જૂનાગઢનાં વંથલી રોડ ઉપર રા’ખેંગાર વાવ આવેલી છે. મોટાભાગનાં લોકો આ વાવથી અજાણ છે. આ વાવ પુરાતત્વ હસ્તક છે અને રક્ષિત સ્મારકમાં તેનો સમાવેશ થાય છે.
વંથલી રોડ પર આવેલી રા’ખેંગાર વાવ એક મુખ અને 3 માળની વાવ છે. જેને નંદા પ્રકારની વાવ કહે છે. વાવમાં 72 સ્થંભ, 57 પગથિયા છે અને અંદાજે 62 ફૂટની ઉંડાઇ છે.
- Advertisement -
સોમનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને પીવાનું પાણી મળી રહે તે માટે અહીં વાવ બંધાવવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.