શિક્ષા માનવીના જીવનને ઘડે છે, તેના ઘડતરમાં વિશ્વવિદ્યાલયોનો મોટો ફાળો છે. આ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે કે જે શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે. પટના પોલીસએ ગત રાત્રે પટના યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલમાં દરોડા પાડયા હતા. જેમાં હોસ્ટેલના એક રૂમમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. જો કે પોલીસની રેડ પડતા જ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા.
- Advertisement -
જ્યારે સામાન જપ્ત કરીને પોલીસએ અજાણ્યા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધી હતી. આ કેસમાં પોલીસએ કેટલાક યુવકોની ધરપકડ કરી છે. પોલીસએ વિસ્ફોટક અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે, અને બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે.
पटना विश्वविद्यालय के सभी छात्रावासों में कल छापेमारी की गई। पटना के कदमकुआं थाना क्षेत्र के पटेल छात्रावास से बारूद बरामद करने के बाद कुछ युवकों को हिरासत में लिया गया है: बिहार पुलिस pic.twitter.com/lQEXfXIJGs
— ANI_HindiNews (@AHindinews) June 27, 2022
- Advertisement -
હોસ્ટેલમાં પાડેલા દરોડા દરમ્યાન પોલીસને રૂમના એક ખૂણામાંથી કેટલોક શંકાસ્પદ સામાન મળ્યો હતો, જેને તપાસતા બોમ્બ નીકળ્યા હતા. હોસ્ટેલના રૂમના કબાટના તાડા તોડીને આ વિસ્ફોટક સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલા સમાનમાં સાત સ્ટાલ બોક્સ, બે ટેપ, બે તારથી લપેટેલા બોક્સ, બોક્સમાં 550 ગ્રામ પીળા બોમ્બ અને 200 ગ્રામ સુતળી બોમ્બ મળ્યા છે.
પોલીસને પહેલાથી જ પટના યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરકાનુની પ્રવૃતિઓ કરતા લોકો તેમજ કોઇ મોટી ઘટનાને પૂરી કરવા માટે કામ કરતા હોવાની બાતમી મળી હતી. આ વાતની ગંભીરતાને લેતા પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરી અને હોસ્ટેલમાં દરોડા પાડયા હતા.