અમિન માર્ગ કોર્નર પરનાં સિટી સ્કવેરમાં ઑફિસ લેતાં પહેલા સો વખત વિચારજો
ઑફિસ વેંચી પણ દસ્તાવેજ હોસ્ટેલના રૂમનો કરી આપ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વ્હાઈટ કોલરની શાખ ધરાવતા બિલ્ડરો પણ પોતાનો રંગ બદલાવી રહ્યા છે. મોટા મોટા કોમ્પ્લેક્ષ ગેરકાયદે બનાવી લોકને વેંચતા આવા બિલ્ડરોની દાનતમાં પણ ખોટ પડી રહી છે. ભૂમાફિયા અને વ્યાજખોર શું શહેરમાં ઓછા છે કે, બિલ્ડરો પણ ઓફિસધારકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. ત્યારે એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં બિલ્ડરે કેટલાંક વ્યક્તિઓને વેંચી ઓફિસ પણ દસ્તાવેજ કરી આપ્યો હોસ્ટેલના રૂમનો. રાજકોટમાં બિલ્ડરોની લુખ્ખાગીરી અને દાદાગીરી દિવસેને દિવસે વધી રહી છે જો કે, લોકો પણ તેની સામે જાગૃત થઈ રહ્યાં છે. વેપારીઓને વેપાર-ધંધા માટે સરસ મજાના સ્થળની લાલચ આપી પ્રોપર્ટી વેંચે છે અને પૂરતી એમેનિટીઝ નથી આપતા અથવા તો દસ્તાવેજમાં કંઈક ભૂલ રાખી દે છે.
હોસ્ટેલનાં પ્લાન પર ઑફિસો બનાવી નાંખતા જાદુગર બિલ્ડરો સામે કાનુની પગલાં જરૂરી
સિટી સ્કવેરનાં બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હાલાણી, યોગેશ ભુપતભાઈ ઠુંમર, ભાવિન લલિતકુમાર ભાલોડિયા અને પ્રદિપ ગોવિંદભાઈ પટેલે લોકોને ઑફિસની જગ્યાએ હોસ્ટેલનાં રૂમનો દસ્તાવેજ બનાવી છેતરપીંડી કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. હોસ્ટેલનો પ્લાન મૂકી કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવી નાંખતા જાદુગર બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હાલાણી, યોગેશ ભુપતભાઈ ઠુંમર, ભાવિન લલિતકુમાર ભાલોડિયા અને પ્રદિપ ગોવિંદભાઈ પટેલ સામે કાનૂની પગલાં લેવા જરૂરી બન્યા છે.
સિટી સ્કવેરમાં હોસ્ટેલની મંજૂરી લઈ બિલ્ડરે ઑફિસો બનાવી વેંચી મારી
- Advertisement -
બિલ્ડરે ઑફિસો બનાવી વેંચી દીધી, દસ્તાવેજો રૂમનાં કરી દીધા અને કહ્યું કે, પ્લાન રિવાઈઝ કરવા મૂક્યો છે
મનપા અને રેરાના નિયમ મુજબ પ્લાનમાં હેતુફેર શક્ય નથી
શહેરના અમિન માર્ગ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં આવેલા સિટી સ્કવેર નામના કોમ્પ્લેક્ષના બિલ્ડર જોલીઅલી વજીરઅલી હાલાણી, યોગેશ ભુપતભાઈ ઠુંમર, ભાવિન લલિતકુમાર ભાલોડિયા અને પ્રદિપ ગોવિંદભાઈ પટેલની લુચ્ચાગીરી સામે આવી છે. સિટી સ્ક્વેરના એક ઓફિસધારકે ખાસ-ખબરને પોતાની આપવીતી વર્ણવતા કહ્યુ હતું કે, સિટી સ્કવેર નામના કોમ્પ્લેક્ષમાં અમે ઑફિસ લીધી હતી. પરંતુ જ્યારે દસ્તાવેજ બનાવવાની વાત આવી ત્યારે બિલ્ડરે ઑફિસનાં બદલે હોસ્ટેલના એક રૂમનો દસ્તાવેજ કરવાનું કહ્યું. આ અંગે તપાસ કરતા માલૂમ પડ્યું કે, ખરેખર આ બિલ્ડિંગનો પ્લાન મહાનગર પાલિકામાં હોસ્ટેલનો આપેલો છે. જે મુજબ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં જ કોમર્શિયલ ઓફિસો બનાવી શકે છે તે સિવાયના 2થી 7 માળને હોસ્ટેલ તરીકે દર્શાવી છે જ્યારે આ બાબતનું બિલ્ડરને કહેતા બિલ્ડરે એવું આશ્વાસન આપ્યું હતું હોસ્ટેલના પ્લાનને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવવાનો રિવાઈઝડ પ્લાન મૂકાયો છે જે મંજૂર થઈ ગયા બાદ અમને ઑફિસનો દસ્તાવેજ કરી આપશે. રેરા (રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી) અને મહાનગરપાલિકામાં હેતુફેર માટે હોસ્ટેલમાંથી કોમર્શિયલ કોમ્પ્લેક્ષની મંજૂરી મુકવામાં આવી છે પરંતુ હવેથી હેતુફેર થઈ શકતો નથી. જ્યારે બીજાથી સાતમા માળ સુધીની મોટાભાગની ઓફિસોને વેંચી પણ દેવામાં આવી છે. અલબત્ત, કેટલીક ઓફિસો તો શરૂ પણ થઈ ગઈ છે. ઑફિસ ધારકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્લાન રિવાઈઝ થઈને આવશે ત્યારે કોમર્શિયલ થઈ જશે. હકીકતમાં આ રેસિડેન્શીયલ જગ્યા ઉપર હવે હોલની જગ્યાએ ઑફિસ કરવાની પરવાનગી મળી શકે તેમ જ નથી.
સિટી સ્ક્વૅરનાં બિલ્ડરનો ભાઈ શશીકાંત ઠુમર કર્તાહર્તા
સિટી સ્કવેરમાં આવેલા હોસ્ટેલ રૂમને ઓફિસોમાં ખપાવીને બિલ્ડર યોગેશ ઠુંમરના ભાઈ શશીકાંત ઠુમર ગ્રાહકો સાથે ડીલ કરે છે. શશીકાંત ઠુંમર પોતે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં ઓફિસો વેંચી રહ્યા છે. નિયમ મુજબ સીએ થયેલો વ્યક્તિ સીએ સાથે જ ભાગીદારી ફર્મ કરી શકે છે પરંતુ અહીં શશીકાંત ઠુંમર સિવાય કોઈ સીએ નથી ત્યારે સિટી સ્કવેરનો સમગ્ર આર્થિક વહીવટ શશીકાંત ઠુંમર ચલાવી રહ્યો છે, જે ગેરકાનુની કહી શકાય.
મનપાના ૠછ મુજબ રેસિડેન્ટ એરીયાના કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર કોમર્શિયલ કરી શકાય
મહાનગરપાલિકાના જનરલ રિવેલ્યુશન પ્રમાણે રહેણાંક વિસ્તારમાં કોઈપણ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડમાં અને પહેલા માળે વેપાર ધંધા માટે ઓફિસો બનાવીને વેચી શકાય છે. જ્યારે અહીં સિટી સ્કવેરનાં બિલ્ડરો જોલીઅલી વજીરઅલી હાલાણી, યોગેશ ભુપતભાઈ ઠુંમર, ભાવિન લલિતકુમાર ભાલોડિયા અને પ્રદિપ ગોવિંદભાઈ પટેલએ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવી મહાપાલિકામાંથી હોસ્ટેલ બનાવવાની મંજૂરી લઈ લીધી અને ત્યારબાદ તેમાં ઓફિસો બનાવી ઓફિસધારકોને હોસ્ટેલના રૂમના દસ્તાવેજ કરી આપ્યા. આમ આવી રીતે બિલ્ડરોએ વધુ નાણાં કમાવવાની લાલચે ઓફિસધારકો સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે સિટી સ્કવેરની આ સિવાયની અન્ય સાઈટ પર પણ ઓફિસ કે ફ્લેટ લેતાં પહેલાં ચેતવું જરૂરી છે.