વૈજ્ઞાનિકોએ એક જ બીજમાંથી પેદા થયેલો વિશ્વનો સૌથી મોટો છોડ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારા પાસે શોધ્યો છે, જે વિસ્તાર હાલમાં શાર્ક ખાડી તરીકે ઓળખાય છે. આ દરિયાઈ છોડ 200 ચોરસ કિલોમીટર (અંદાજે 77 ચોરસ માઇલ અથવા 20,000 રગબી મેદાન સમાવે એટલો) ફેલાયેલો છે.
- Advertisement -
આ પ્રજાતિને ઑસ્ટ્રેલિયામાં ફાઇબર બોલ નીંદણ અથલા રિબન નીંદણ તરીકે ઓળખવામાં આવે છે. રિબન નિંદણ તરીકે ઓળખાતા આ છોડની જૈવિક વિવિધતા ચકાસવા જતાં વૈજ્ઞાનિકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, કારણ કે 180 કિલોમીટર ફેલાયેલા વિસ્તારમાંથી વિવિધ નમૂના લેવામાં આવતાં ખબર પડી કે એ એક જ પ્લાન્ટમાંથી નીકળ્યા છે.
વૈજ્ઞાનિકો અલગ-અલગ 18,000 આનુવંશિક નિશાનીઓની ચકાસણી કરી રહ્યા હતા, જેથી આ પ્રજાતિના પુન: સ્થાપનના પ્રોજેક્ટમાં મદદ થઈ શકે, પરંતુ સંશોધકોને ખબર પડી કે 200 ચોરસ કિલોમીટર સુધી એક જ પ્લાન્ટ ફેલાયેલો હતો. આ નીંદણ એક વર્ષમાં 35 સેન્ટિમીટર સુધી વધી શકે. આ દરનો ઉપયોગ કરીને તેમણે અનુમાન લગાવ્યું કે આટલું ફેલાવા માટે ઓછામાં ઓછાં 4500 વર્ષની જરૂર પડે. આ દરિયાઈ છોડ 15 સેલ્સિયસ ઠંડા અને 30 સેલ્સિયસ જેટલા ગરમ પાણીમાં વિકાસ પામી શકે છે. આ છોડ મોટા પ્રમાણમાં જંતુરહિત છે. દરિયાઈ ઘાસ અંદાજે 2,000થી 1,00,000 વર્ષ જીવી શકે છે.
- Advertisement -
ઑસ્ટ્રેલિયાનો છોડ આ કૅટેગરીમાં ફિટ બેસે છે, કારણ કે એ 4500 વર્ષ જૂનો છે.