દેશમાં આકરા ઉનાળાએ અને વધતી જતી માંગના કારણે મોંઘો ગેસ આયાત થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
દેશમાં ઈલેકટ્રીક સ્થિતિની કટોકટી આગામી દિવસોમાં વધુ ઘેરી બને તેવી શકયતા છે અને કેન્દ્ર સરકારે હવે યુદ્ધના ધોરણે કામ લેવાનું શરુ કર્યુ છે તે વચ્ચે હાલ વીજ મથકો માટે કોલસો પુરો પાડવા રેલ્વે દ્વારા 540 ટ્રેનો રદ કરવામાં આવી છે અને તા.24 મે સુધીમાં વધુ ટ્રેનો રદ થશે અને કુલ 1100 ટ્રેનો રદ કરીને તેના સ્થાને ફકત કોલસાની મુવમેન્ટ માટે ગુડસ ટ્રેનોને દોડાવાશે. હાલ રેલ્વે એકસપ્રેસ મેઈલ ટ્રેનની 500 અને પેસેન્જર ટ્રેનની 580 ટ્રીપ રદ કરી છે. તા.29 એપ્રિલથી કુલ 240 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે અને તેની સામે દેશભરમાં 400 ગુડઝ ટ્રેનોની મુવમેન્ટ ઝડપી બની છે.
બીજી તરફ કેન્દ્ર સરકાર માને છે કે હજુ મે માસમાં વિજળીની માંગ વધશે અને તેમાં કોલસાની આપુરતી
મહત્વની બનશે. વીજળી ઉત્પાદનમાં દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્રમાં અત્યારથી જ વીજકાપ આવી ગયો છે અને દેશનાં 173 માંથી 108 વીજ મથકો કે તે કોલસા
આધારીત છે