બેંગ્લોર 23 રને હાર્યું : દુબે(95*)-ઉથપ્પા(88) વચ્ચે 165 રનની રેકોર્ડ ભાગીદારી : થિક્શાનાની ચાર અને જાડેજાની ત્રણ વિકેટ : 217ના ટાર્ગેટ સામે બેંગ્લોર 193/9
ચેન્નાઈ સુપર કિંગ્સે આઇપીએલની 15મી સિઝનમાં પાંચમી મેચમાં પહેલી જીત હાંસલ કરતાં પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવ્યું હતુ. દુબેના અણનમ 95 અને ઉથપ્પાના 88 રનની મદદથી ચેન્નાઈએ ચાર વિકેટે 216 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોર 9 વિકેટે 193 રન સુધી પહોંચી શક્યું હતુ અને ચેન્નાઈ 23 રનથી જીત્યું હતુ. જીતવા માટેના 217ના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરે માત્ર 50 રન સુધી પહોંચતા ડુ પ્લેસીસ (8), કોહલી (1), રાવત (12) અને મેક્સવેલ (26)ની વિકેટ ગુમાવી હતી. શાહબાઝ (27 બોલમાં 41) અને પ્રભુદેસાઈ (18 બોલમાં 34)ની જોડીએ 60 રન જોડયા હતા. જે પછી દિનેશ કાર્તિકે 14 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 34 રન કર્યા હતા. જોકે ત્યાર બાદ તેઓએ તબક્કાવાર વિકેટ ગુમાવી હતી.
- Advertisement -

થિક્શાનાએ ચાર અને જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ધમાકેદાર બેટિંગને સહારે બેંગ્લોર રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 217 રનનો વિશાળ પડકાર આપ્યો હતો. શિવમ દુબે અને રોબિન ઉથપ્પાએ માત્ર 74 બોલમાં 165 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી સનસનાટી મચાવી હતી. ચેન્નાઈના બોલરો દુબે-ઉથપ્પાની આક્રમક બેટીંગની સામે સાવ લાચાર જોવા મળ્યા હતા. બેંગ્લોર તરફથી હસારંગાએ 3 ઓવરમાં 35 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે આકાશદીપે 4 ઓવરમાં 58 રન આપ્યા હતા.


