વોર્ડ નં.4માં બ્રિજ બનાવવા માટે 2.11 કરોડની દરખાસ્તને મંજૂરી
15 રસ્તા પર ડામરકામ તેમજ 13 રસ્તા પર મેટલીંગ કામ કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ 7.26 કરોડના કામોને મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં વોર્ડ નં.-4માં જુદી જુદી ટીપી સ્કીમ અંતર્ગત પેવર રોડ બનાવવા માટે ર.43 કરોડ, ટીપી 31માં બ્રિજ બનાવવા માટે ર.11 કરોડ તેમજ જુદા જુદા ટીપી રોડનું વાઈડનીંગ કરવા માટે રૂા.72.73 લાખનો ખર્ચ થશે. જયારે વોટરવર્કસ પાછળ 1.05 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. ડ્રેનેજ પાછળ 70.85 લાખ, કાર્યક્રમોની ઉજવણી ખર્ચ પાછળ 11.7 લાખ, જુનીયર ફાયરમેનની ભરતી પ્રક્રિયા અંતર્ગત ચા-નાસ્તા ખર્ચના ર.10 લાખ તેમજ મનપાના કર્મચારીઓ અને તેમના પરિવારોને મળતી તબીબ સહાય પેટેના 9.08 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. ખાસ કરીને શહેરના 15 રસ્તા પર ડામરકામ તેમજ 13 રસ્તા પર મેટલીંગ કામ કરવામાં આવશે.
આ અંગે સ્ટેનન્ડિુગ કમિટીના ચેરમેન પુષ્કકર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. 4માં ભગવતીપરા વિસ્તા રમાં ઓમ પાર્કથી કોપરગ્રીન વિસ્તાયરના વોંકળા પર રૂ. 2.11 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બનાવવાથી વિસ્તાોરવાસીઓને લાભ મળશે. આ કામ માટે ટેન્ડિર પ્રસિદ્ધ કરતા બે એજન્સી એ રસ દાખવ્યોળ હતો. જેમાં પવન કનસ્ટ્રકશનના 16.25 ટકા ઓન સાથે ભાવ આવ્યા હતા.


