માવઠાનું વાતાવરણ આજથી વિખેરાઇ ગયું છે અને ગરમી વધી ગઈ છે.
રાજકોટ સહિત રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 37.8 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ભુજમાં 37.4 સુરત અને વલસાડમાં 37 કંડલામાં 37.5 અમરેલીમાં 37.2 પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 37 કેશોદમાં 37.1 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું. ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ પડ્યા બાદ ગઈકાલે ડાંગ ઉપરાંત અમદાવાદ ખેડા સુરત નર્મદા છોટાઉદેપુર અને તાપી શહેર તથા જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ થયો હોવાના વાવડ મળે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડ સહિતના વિસ્તારોમાં મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા છે.


