સરકારી કંપનીઓ-ITC ધ્વસ્ત
અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારે કડાકા સાથે શરૂઆત બાદ વેચવાલીનો દોર યથાવત છે. 12 કલાકે બેંચમાર્ક ઈન્ડાયસિસ દિવસના તળિયે ટ્રેડ કરી રહ્યાં છે. સેન્સેકસ 343 અંકોના કડાકે 38,021ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 105 અંકોના કડાકે 11,212ના સ્તરે જોવા મળી રહ્યાં છે.
આજે સૌથી વધુ ખરાબ હાલત બેંકિંગ શેરની થઈ છે. નિફટી બેંક ઈન્ડેકસ 550 અંકોના કડાકે 22,193ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે. આજે SBI સૌથી વધુ 4.50%, એક્સિસ -ICICI બેંક 3.50% ડાઉન છે. સામે પક્ષે રિલાયન્સ જ બજારને સાચવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સિલ્વર લેકે રિલાયન્સ રીટેલમાં 7500 કરોડનું રોકાણ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર સવા ટકા ઉછળ્યો છે. આજે ITC પણ 2.50%ના કડાકે હેવીવેઈટ લુઝર્સમાં શામેલ છે.