સેલિબ્રિટીના આપસી ડખ્ખા હંમેશ રસપ્રદ રહેવાના પણ એ ડખ્ખા પાછળનું સાચું કારણ બહુ ઓછું જાહેર થતું હોય છે. સલીમ-જાવેદના અલગ થવાથી લઈને સલમાન-શાહરૂખના પાર્ટીમાંના ઝઘડા તેનું ઉદાહરણ. જો કે બોલીવુડમાં આજે ય જે બે સેલિબ્રિટી વચ્ચેની તિરાડને સિરિયસલી લેવામાં આવે છે, તેમાં કરણ જાહેરનું ચરિત્ર કોમન ફેકટર જેવું છે. કરણની (ર0ર1માં પણ) કાજોલ સાથેના સંબંધમાં આવેલી ખટાસ હજુ ય બરકરાર છે. શાહરૂખ ખાન સાથે તેનું પેચઅપ થઈ ગયાની વાત કરણે ખુદ (શાહરૂખ નહીં) પોતાની આત્મકથામાં સ્વીકારી છે.
શાહનામા
– નરેશ શાહ
આપણે પહેલાં કરણ-કાજોલની લડાઈનું બેકગ્રાઉન્ડ જોઈને પછી કરણ-શાહરૂખ વચ્ચેની અંતરાયની વાત કરીશું. ર016માં કરણ જોહરે તેની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલિઝ કરી ત્યારે તેની સાથે અજય દેવગણની શિવાય પણ એ જ દિવસે રિલીઝ થવાની હતી. આ મુે કરણ પર અનેક આક્ષ્ેાપ થયેલાં કે તેણેે અજય દેવગણની શિવાય ની રિલિઝ અટકાવવાના પ્રયાસ કરેલાં. એ વખતે કાજોલે એક ટવિટ એવી કરેલી કે જેનો સૂર આક્ષ્ોપો સાચા હોવાનો હતો. બસ, એ ઘડીથી કરણ-કાજોલના સંબંધ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તૂટી ગયાં. આ વાતનો એકરાર પોતાની બાયોગ્રાફી એન અનસ્યુટેબલ બોયમાં કરીને શાહરૂખ ખાન સાથેના તેના સંબંધમાં આવી ગયેલી અંતરાયની વાત પણ કરી છે, એટલું જ નહીં સ્વીકાર્યું પણ છે કે, એમાં કંઈક અંશે જવાબદાર એ પોતે પણ હતો જ.
- Advertisement -
એ જગજાણિતી વાત છે કે કરણ જોહરની પ્રથમ ફિલ્મ કુછ કુછ હોતા હૈ સામે ચાલીને શાહરૂખ (અને કાજોલે) કરી હતી. એ પછી કરણના ધર્મા પ્રોડકશનની કભી ખુશી, કભી ગમ, કલ હો ના હો, કભી અલવિદા ના કહેના અને (ર010માં) માય નેમ ઈઝ ખાનમાં પણ શાહરૂખ ખાન હતો. લાગલગાટ મબલખ સફળતા કરણ-શાહરૂખે મેળવેલી પણ પછી મિડિયાની અનેક ગોસિપ જાણે સાચી પાડવી હોય તેમ ર013-ર014ની કોફી વીથ કરણમાં શાહરૂખ ખાન સામેલ ન થયો. કરણે એસએમએસ કરી મંજૂરી માંગેલી પણ શાહરૂખે જવાબ જ ન આપ્યો. કરણને આઈડિયા આવી ગયો કે ક્યાંક કશુંક છેદાયું છે. કરણ જો કે કબુલે છે કે એમાં નિમિત્ત મારું એક સ્ટેટમેન્ટ જ હોવું જોઈએ. સતત સફળ ફિલ્મો (શાહરૂખ સાથે) આપ્યાં પછી કરણ જોહરે ઓફિશ્યિલી મિડિયામાં આવી એનાઉન્સમેન્ટ કરેલી કે, હું શાહરૂખ ખાન વગર ક્યારેય ફિલ્મ નહીં બનાવું મારે આવું બોલવાની જરૂર નહોતી : કરણ જોહર સ્વીકાર કરે છે પણ ત્યાં સુધીમાં પાણી વહી ગયા હતા.
ધર્મા પ્રોડકશનના બેનર હેઠળ પોતાના સહાયકોને ડિરેકટર બનાવીને ફિલ્મો બનાવવામાં પોતે વ્યસ્ત હતો. શાહરૂખ પોતાનામાં બિઝી. સંપર્ક એવા તૂટી ગયા કે ગોરી તેરા ગાંવ સુપરફલોપ (ર013) ડિકલેર થઈ ત્યારે ફોન કરીને વાત કરનારાં શાહરૂખ ખાનને મળવા માટે કરણ જોહરે તેના સેક્રેટરીને મેસેજ કરવાનો પણ વખત આવ્યો. જો કે જાણીને ખુદ શાહરૂખે ફોન કરીને ડાયરેકટ ફોન ન બદલ આશ્ર્ચર્ય વ્યક્ત ર્ક્યું હતું. જો કે કરણ લખે છે કે, કદાચ, અમે બન્ને જાણવા લાગ્યા હતા કે અમારી વચ્ચે હવે પહેલાં જેવી ઉષ્મા રહી નહોતી. પહેલાં નિયમિત વાત કરનારા અમારા વચ્ચે હવે કામ સિવાયની વાત થતી નહોતી. બેશક, શાહરૂખ સાથે સંબંધમાં ઓછપ આવી ગયેલી ત્યારે પણ હું તેની પત્ની ગૌરી અને બાળકોના સતત કોન્ટેકટમાં જ હતો પણ…
એ જ અરસામાં કરણ જોહરે લગભગ પાંચ વર્ષ પછી ફિલ્મ ડિરેકટ કરવાની અનાઉન્સમેન્ટ કરી, જેમાં હિરો રણવીર કપૂર હતો. (ર016માં એ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલિઝ થયેલી.) કરણ જોહર કહે છે : શાહરૂખ અધિકારભાવ યા હક્ક જતાવનારું વ્યક્તિત્વ છે. મેં તેમના વગર યા તેમને છોડીને (રણબીર કપુર સાથે) ફિલ્મ બનાવવાની વાત કરી તેથી કદાચ, તેને ધક્કો લાગ્યો હતો.
- Advertisement -
ગોરી કે આર્યન કે સુહાનાની વાત હોય તો હજુ પણ શાહરૂખ મને ફોન કરીને કહેતો કે ગોરીની તબિયત ઠીક નથી યા આર્યન સ્કૂલ જઈ રહ્યો છે (વિદેશ) તેથી ગોરી ડિસ્ટર્બ છે તો તું એને ફોન કરી લે… પણ મને અનુભવાતું હતું કે હવે પહેલાં જેવું ખેંચાણ કે આત્મીયતા વરતાતી નથી. હું કબુલ કરું છું કે શાહરૂખ કદાચ, મારાથી કોઈ વાતે નારાજ થયો છે. એ નારાજ થઈ શકે છે પરંતુ હું કદી તેનાથી નારાજ થાઉં, એ શક્ય નથી. મને તેના માટે એવો લગાવ અને આદર છે…
જો કે એ દિલ હૈમુશ્કિલ બની રહી હતી, એ જ અરસામાં પિકુ ફિલ્મની પાર્ટીમાં કરણ-શાહરૂખનો સામનો થઈ ગયો. કરણે અજાણતાં જ તેને ભેટી જઈ કહ્યું : મને તારી ખુબ યાદ આવી…
અને એના પ્રતિસાદમાં શાહરૂખે કહ્યું : તું અનુમાન જ નહીં કરી શકે કે, મેં તને કેટલો યાદ ર્ક્યો છે
બસ. એ ક્ષ્ાણથી જાણે બધું ઓગળી ગયું. કરણ જાહેર લખે છે : ફીર હમ એક હો ગએ
થોડા દિવસ પછી કરણ શાહરૂખને ઘેર મળવા ગયો. તેને એ દિલ હૈ મુશ્કિલ ના એક કિરદારમાં(ઐશ્ર્વર્યાના પતિનું પાત્ર) ગેસ્ટ અપિરિયન્સ કરવા માટેની એ વાત હતી. શાહરૂખે વાત સાંભળીને માત્ર એટલું જ પૂછયું : મારે ક્યારે આવવાનું છે. શૂટીંગ માટે ઝોલ આવી ગયેલાં એક સંબંધની દોર ફરી ક્સોક્સ થઈ ગઈ છે, એવું ભલે કરણ જોહર બેધડક લખી નાખ્યું, પણ (અગિયાર વરસ તો થઈ ગયા) કરણ-શાહરૂખ સાથે કામ કરીને ફરી એક્વાર કુછ કુછ હોતા હૈ જેવો જૂનો કરિશ્મો દેખાડે ત્યારની વાત ત્યારે.
ક2ણની (2021માં પણ) કાજોલ સાથેના સંબંધમાં આવેલી ખટાસ હજુ ય બ2ક2ા2 છે, શાહરૂખ ખાન સાથે તેનું પેચઅપ થઈ ગયાની વાત ક2ણે ખુદ (શાહરૂખ નહીં) પોતાની આત્મકથામાં સ્વીકા2ી છે.