રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની મહેનત રંગ લાવી
મહામારીમાં ઘરકંકાસના કેસો વધેલા, આવા લગ્ન વિષયક તકરારના રાજકોટની કોર્ટોમાં થયેલા 600થી વધુ કેસોમાં સમાધાન કરાવાયું.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારી એ તમામ ક્ષેત્રો માટે કપરો સમય રહ્યો, લોક ડાઉન અને અન્ય નિયંત્રણથી પ્રભાવી થયેલા અતિ ઉપયોગી ક્ષેત્રોને ચલાવવા ખૂબ પડકાર જનક હતા. આવા સમયમાં સાવચેતીના ભાગ રૂપે અદાલતોમાં પણ પ્રત્યક્ષ કાર્યવાહી થઈ શકતી નહોતી. ત્યારે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની મહેનત રંગ લાવી છે. કપરા કોરોના કાળમાં ન્યાયતંત્રની રફતાર તેજ રાખી અને રાજકોટ જિલ્લાની જુદી જુદી કોર્ટોમાં એક વર્ષમાં 65000 કેસોનો નિકાલ થયો હતો.
મહામારીમાં ઘરકાંકસના કેસો વધ્યા હતા. આવા લગ્ન વિષયક તકરારના રાજકોટની કોર્ટોમાં થયેલા 600થી વધુ કેસોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના યથાગ પ્રયત્નોથી સમાધાન કરાવાયું હતું. 6000 ચેક રિટર્ન કેસ અને 1000 જેટલા અકસ્માત વળતરના કેસો ફેસલ થયા હતા. લોક અદાલતો થકી 8940 અને સ્પેશ્યલ સીટીંગમાં 54626 કેસો કાયમ માટે ક્લોઝ થઈ ગયા છે.
- Advertisement -
કેલેન્ડર વર્ષ 2021ને હવે ગણતરીના દિવસો બાકી છે. વીતેલા 12 મહિનામાં રાજકોટ જિલ્લાની ન્યાયપાલિકામાં હજારો નવા કેસોનો ઉમેરો થયો છે, તો હજારો કેસોની ફાઈલો હંમેશા માટે કલોઝ પણ થઈ છે. નવ દાખલ થયેલા કેસો વચ્ચે વર્ષોથી કોર્ટોમાં ચાલી રહેલા હજારો કેસોનો સમયસર નિકાલ એ ન્યાયતંત્ર માટે જાણે પડકાર બની રહયો છે. હિમાલય જેવા આ પડકારને પહોંચી વળવા મીડિયેશન સેન્ટર અને લોકઅદાલત કોર્ટમાં કેસ લડતા બંને પક્ષકારો અને જયુડિશિયરી માટે પ્રાણવાયુ પુરવાર થઈ છે.
રાજકોટ જિલ્લા ન્યાયતંત્રમાં 2021 ના વર્ષાંતે કુલ 65945 કેસોનો સમાધાનના રસ્તે સુખદ નિવેડો આવ્યો હોવાનું રેકર્ડ ઉપર નોંધાયું છે અને સમજૂતીના રસ્તે ઉકેલ લાવવામાં ન્યાયતંત્રને સફળતા મળી છે.
આ પણ વાંચો: ઑનલાઇન શિક્ષણની આડઅસર બાળકો ગણિતમાં બન્યા ‘ઢગલા’નો ‘ઢ’
- Advertisement -
https://khaskhabarrajkot.com/2021/12/22/side-effects-of-online-education/