સુરતના પાંડેસરા ખાતે આવેલા બમરોલી વિસ્તારમાં મિલન પોઇન્ટ પાસેની એક ઓફિસમાં બે મિત્રો પર આઠથી દસ અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. અને બંને મિત્રો પર ચપ્પુનાં ઉપરા છાપરી વાર કરીને ફરાર થઈ ગયાં હતા. આ ઘટનામાં એકને હુમલાખોરોએ પીઠમાં ચપ્પુ માર્યો હતો. અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘાયલ યુવકને પીઠમાં ઘુસેલા ચપ્પુ સાથે જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
જ્યાં ડોક્ટર ઉપર તેની આ હાલત જોઈ ચોકી ઉઠયાં હતા.હુમલા બાબતે સીનકુ શર્માએ જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા અને મિલકતની લે-વેચ કરતા ચિન્ટુ પાંડે ની ઓફિસે કોન્ટ્રાક્ટર કલ્લુ મિસ્ત્રી ની સાથે હું ગયો હતો. ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક થી આઠથી દસ ઇસરોમાં ધારદાર હથિયારો લઇ ઓફિસમાં પ્રવેશ્યા હતા. અને પૂછ્યું હતું ચિન્ટુ કોણ છે તેમની વાત સાંભળી ચિન્ટુ ઉભો થતાં તેના પર હુમલો કરી દીધો હતો ચિન્ટુ ને બચાવવા જતા કલ્લુ મિસ્ત્રીને પીઠમાં ચપ્પુ વાગ્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી નાસી ગયાં હતાં ઉમરા ખોલો અને ચિન્ટુ વચ્ચે પૈસાની લેતીદેતી તેને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
બીજી તરફ આ ઘટનામાં કલ્લુ મિસ્ત્રી ગંભીર રીતે ઘવાયો હતો કલ્લુ મિસ્ત્રી ચિન્ટુ ને છોડાવવા જતા હતા. ત્યારે હુમલાખોરોએ તેના પીઠમાં ચપ્પુ ઘુસેડી દીધો હતો અને ચપ્પુ કલ્લુ મિસ્ત્રીના પીઠમાં જ છોડીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કલ્લુ મિસ્ત્રીને પીઠમાં ઘૂસેલા ચપ્પુ સાથે જ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો પણ પીઠમાં ઘુસેલો ચપ્પુ જોઈ ચોકી ઉઠયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલા કલ્લુ મિસ્ત્રીની હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સર્વર ચાલી રહી છે.જમીન અને પૈસાની લેતીદેતીમાં થયેલા હુમલાની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી કલ્લુ મિસ્ત્રી નું નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે.