ભારતની અવકાશી સિદ્ધિ: વોશિંગ્ટનમાં સૌથી પ્રતિષ્ઠિત ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ એનાયત કરાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ભારતના ઐતિહાસિક ચંદ્રયાન-3 મીશનને વધુ એક આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધિ હાંસલ થઇ છે. અમેરિકાના અંતરિક્ષ વિજ્ઞાનનું સર્વોચ્ચ સન્માન ભારતીય ઇસરોના આ મીશનને આપવામાં આવ્યું છે.
અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ એરોનોટીક્સ એન્ડ એસ્ટ્રોનિક્સ દ્વારા ચંદ્રયાન-3 મીશનને વર્ષ 2026નો સૌથી પ્રતિષ્ઠિત ‘ગોડાર્ડ એસ્ટ્રોનિક્સ એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. વોશિંગ્ટનમાં યોજાયેલા જાજરમાન કાર્યક્રમમાં આ એવોર્ડે એનાયત કરવામાં આવ્યો હતો.
ભારતીય ઇસરો દ્વારા 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3 દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પાસે સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ સિદ્ધિ મેળવનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો હતો.
આ ક્ષેત્રમાં અગાઉ કોઇપણ અંતરિક્ષ મીશન પહોંચી શક્યું નહતું.ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટ સહિતના મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક મુદ્ા તેના દ્વારા પહોંચાડાયા હતા. ઉપરાંત આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ રસાયણિક તત્વો મોજુદ હોવાની પણ પુષ્ટિ કરી હતી. ચંદ્રમાની સપાટી પર બાંધકામ તથા અન્ય ગતિવિધિ માટે મીશન મહત્વપૂર્ણ છે.
અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત વિજય કવાત્રાએ ઇસરો વતી એવોર્ડ સ્વીકાર્યો હતો અને પોતાના સંબંધોમાં એમ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પેસ વિઝન 2047 હેઠળ ભારતના અંતરિક્ષ સંશોધન મહત્વપૂર્ણ છે.
ભારતે અવકાશ ક્ષેત્રનો રોડમેપ તૈયાર કર્યો જ છે અને તેમાં અમેરિકા સહિતના દેશોનો સહયોગ-ભાગીદારી જરૂરી છે. ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ અવકાશ ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે અને અંતરિક્ષ એજન્સીની મહાન સિધ્ધિ બદલ આપવામાં આવે છે.



