ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેટ્સ સેન્ટરે સાયબર ખતરા અંગે આપી ચેતવણી
સાયબર ઠગ આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રીક અજમાવવામાં આવી રહી છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાયબર ફ્રોડનો એક એવો નવો ખતરો સામે આવ્યો છે, જેમાં તમારી પાસે ન તો ઘઝઙ આવશે, ન કોઈ કોલ આવશે, કે ન તો કાર્ડનો ઉપયોગ થશે. તેમ છતાં બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. આ માટે એઇપીએસ એટલે કે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રિક અજમાવવામાં આવી રહી છે. આમાં ફિંગરપ્રિન્ટ ક્લોનિંગ, ફેક બાયોમેટ્રિક ડિવાઇસ અને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા તમારી ફાઇનાન્શિયલ આઈડેન્ટિટીનો દુરુપયોગ થઈ શકે છે, અને તમને ખબર પણ પડતી નથી. ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેટ્સ સેન્ટર (ઈં4ઈ) એ આ અંગે ચેતવણી જાહેર કરી છે.
અઊઙજ સિસ્ટમ એટલે સરકારે આ સુવિધા આધાર બેઝ્ડ ફેસ વેરિફિકેશન દ્વારા પૈસા ઉપાડવા માટે આપી છે, જેનો હેકર્સ દુરુપયોગ કરી રહ્યાં છે. હેકર્સ લોકોનાં એક ફોટા અને અઈંનો ઉપયોગ કરીને અઊઙજ દ્વારા લોકોના એકાઉન્ટમાંથી ફ્રોડ કરી લે છે. જાગૃતિ જ આ ફ્રોડથી બચાવી શકે છે. સાયબર પોલીસ ઓફિસરના જણાવ્યાં અનુસાર, સ્કેમર દ્વારા એક-બે અઠવાડિયા પહેલાં ડિજિટલ રેકી કરવામાં આવે છે. પહેલાં ફોટો મેળવે છે, જે સોશિયલ મીડિયા અથવા અન્ય સ્ત્રોતો દ્વારા મળી શકે છે. ત્યારબાદ અઈં ટુલ્સથી નકલી ફેસ ઇમેજ તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ અઊઙજ ફેસ ઓથેન્ટિકેશનને બાયપાસ કરવામાં કરવામાં આવે છે. ઓથેન્ટિકેશન સફળ થવા પર બેંક ખાતામાંથી સરળતાથી પૈસા કાઢી લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ન તો પીડિતના મોબાઈલ પર ઘઝઙ આવે છે અને ન તો બેંક તરફથી કોઈ એલર્ટ. સૂત્રોએ જણાવ્યું કે દેશભરનાં રાજ્યોની પોલીસ આ ખતરા અંગે લોકોને સાવધ કરી રહી છે. તેમની નજરમાં આ સ્કેમ એટલાં માટે વધુ ખતરનાક છે કારણ કે તેમાં યૂઝરની જરૂર હોતી નથી. ઘણા કિસ્સાઓમાં લોકોને ત્યારે ખબર પડે છે જ્યારે તેમના ખાતામાંથી પૈસા નીકળી ગયા હોય છે. સાયબર એજન્સીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાનાં આધાર અને બાયોમેટ્રિક ડેટાને સુરક્ષિત રાખે અને તેને કોઈની સાથે શેર ન કરે. જો કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય છે, તો તરત જ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અને ફરિયાદ નોંધાવો. સાથે જ નજીકનાં પોલીસ સ્ટેશનમાં જઈને પણ રિપોર્ટ કરો.
સાયબર ફ્રોડથી બચાવના સરળ રસ્તાઓ
- Advertisement -
1. એમ આધાર એપ ડાઉનલોડ કરો.
2. આધાર બાયોમેટ્રિક લોક રાખો.
3. જ્યારે આધાર લોક હોય છે, ત્યારે કોઈ પણ અનઓથોરાઇઝ્ડ ઓથેન્ટિકેશન પ્રયાસ નિષ્ફળ જાય છે.
4. સોશિયલ મીડિયા પર પર્સનલ ડિટેલ્સ શેર કરવાનું ટાળો.
5. તમારી બેંકનો સંપર્ક કરી જાણો કે અઊઙજ સર્વિસ સક્રિય છે કે નહીં.
6. જો તમે તેનો ઉપયોગ ન કરતા હોવ, તો તેને ડીએક્ટિવેટ કરાવો.



