પ્રમુખ પદે સુરેશ ફળદુ, સેક્રેટરી પદે મેહુલ મહેતાના નામ; આવતીકાલે વીરાણી હાઈસ્કુલ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
- Advertisement -
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગર લીગલ સેલ દ્વારા આગામી તા. 19/12/2025 ના રોજ યોજાનાર રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2025-26 ની ચૂંટણી માટે પોતાની પેનલ જાહેર કરવામાં આવી છે. આ પેનલને ભાજપ લીગલ સેલ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરાયો છે.
ભાજપ પ્રેરિત ’સમરસ પેનલ’ના મુખ્ય ઉમેદવારો આ મુજબ છે:
પ્રમુખ: સુરેશ આર. ફળદુ
ઉપપ્રમુખ: સિધ્ધરાજસિંહ કે. જાડેજા
સેક્રેટરી: મેહુલ મહેતા
લાઈબ્રેરી સેક્રેટરી: સાગર હપાણી
કારોબારી સભ્યો: અમિત વેકરીયા, દિપ વ્યાસ, રણજીત મકવાણા, યશ ચોલેરા, કશ્યપ ઠાકર સહિતના.
- Advertisement -
પેનલના પ્રચાર-પ્રસાર માટે આવતીકાલ તા. 29/11/2025 ના રોજ સાંજે 6:30 કલાકે શહેરની મધ્યે આવેલ વીરાણી હાઈસ્કુલ ખાતે ભાજપ પ્રેરિત સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ બાર એસોસિએશનના સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓ, તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. લલિતસિંહ શાહી, ગિરીશભાઈ ભટ્ટ, રામજીભાઈ માવાણી, પ્રશાંતભાઈ જોષી સહિત અસંખ્ય સિનિયર ધારાશાસ્ત્રીઓએ આ પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરી છે. બાકીના પદો માટે ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.



