ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક બિલ્ડિંગ ખખડધજ હાલતમાં છે. લાંબા સમયથી આ બિલ્ડિંગમાં કોઇ રિનોવેશન કામગીરી કરાઇ નથી. ઉલ્લેખનિય છે કે, આ સૌરાષ્ટ્રની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અહી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ રોજ આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જર્જરીત બિલ્ડિંગના એકસ-રે વિભાગમાં આજે બપોરના 12:30 વાગ્યા આસપાસ છતમાંથી પોપડા ખરી પડ્યા હતા. આ ઘટના બની ત્યારે કોઇ દર્દી ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આમ ખખડધ્વજ બિલ્ડિંગની પોલ ઉઘાડી પડી ગઈ હતી. લગભગ તમામ વોર્ડની હાલત જર્જરીત સમાન છે. ત્યારે સતત દર્દીઓની અવરજવર ધરાવતા વોર્ડમાં તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
સિવિલ હૉસ્પિટલના એક્સ-રે વિભાગની બિલ્ડિંગમા છતમાંથી પોપડાં ખર્યા: સદનસીબે નીચે કોઇ દર્દી ન હોવાથી જાનહાની ટળી



