ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ તથા ગાયત્રી શક્તિપીઠ દ્વારા પ્રયાગરાજ શાહી સ્નાન કરવા ગયેલા જુનાગઢના 452 ભકતજનોનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતું
જેમાં મહા કુંભ મેળાનું મહત્વ અને આ મેળાનું સર્જન કેવી રીતે થયુ તે અંગે જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ જે સનાતન ધર્મના પાયા પર ઉભી છે.
સમુદ્રમંથન દેવતાઓ અને દાનવો દ્વારા થયું, જેમાંથી અમૃત કળશ લઈને દેવતાઓ જઈ રહ્યા હતા. આ અમૃતના કુંભ માંથી ચાર બિંદુ હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન ચાર પવિત્ર સ્થળ ઉપર પડ્યા. જેનાથી મહાકુંભ મેળાનું સર્જન થયું એવું શાસ્ત્રનું પ્રમાણ છે. આ મહાકુંભ 144 વર્ષના દિવ્ય યોગ બાદ આવેલ જેમાં 66 કરોડથી વધુ લોકોએ માં ભગવતી ગંગામૈયા, યમુનામૈયા અને ગુપ્ત સરસ્વતીમૈયાના પવિત્ર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ તીર્થક્ષેત્રે યોજાયેલ હતો.
આ સન્માન સમારોહ પ્રસંગે ભારતી આશ્રમના શ્રીમહાદેવ ભારતીબાપૂ, મુચુકુંદ ગુફાના મહંત પૂજ્ય રાજેન્દ્ર ગીરીબાપુ તેમજ રોકડિયા હનુમાન મંદિરના રામમનોહરદાસ બાપુ દ્વારા આશિર્વાદ બાદ મહાકુંભમાં ગયેલા ભક્તજનોનું તેમના કરકમળ દ્વારા સન્માન થયેલ હતું.
- Advertisement -
આ સનાતન ધર્મના સેવા યજ્ઞમાં લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, ભાગવત કથાકાર રવિભાઈ દવે, પ્રફુલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વેકરીયા, યોગીભાઈ પઢીયાર, સમીરભાઈ દતાણી, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન છોટાલાલ શાહ, બટુકબાપુ, હરસુખભાઈ ત્રિવેદી, નાથાભાઈ સીલુ, બકુલભાઈ પાઠક, વિગેરે દ્વારા ભક્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.અને છેલ્લે અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.