વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી પડઘમના એંધાણ
ગુજરાતમાં વાવ અને વિસાવદર
પેટા ચૂંટણીનું ગણિત: આપ અને કોંગ્રેસનું ગઠબંધન થશે તો બંને બેઠકો માટેનું ગણિત શું?
ભાજપમાં આવેલાં આપ અને કોંગ્રેસના નેતાઓને ટિકિટ મળશે ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા હોઈ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. અને ત્રિપાંખીયો જંગ જોવા મળે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અને ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મુરતિયા કોણ તેવી અનેક ચર્ચાએ વિસાવદર અને ભેસાણ તાલુકામાં ચર્ચા જગાડી છે. અને અનેક અટકળો શરુ થઇ છે. તેમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધ થાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડયું છે. આજે જયારે વિસાવદર બેઠકની પેટ ચૂંટણી નજીક આવી રહી છે.ત્રણેય પક્ષના લોકોને પ્રાંત કચેરીએ મતદાર યાદી માટે પણ બોલાવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આમ નજીકના દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વિસાવદર વિધાનસભા બેઠક છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડી છે.અને હવે જયારે ધીરે ધીરે માર્ગ મોકળો બન્યો છે.ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી જીતવા કમર કસી છે. આ બેઠક પર જોઈએ તો ભાજપમાંથી પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, આપ માંથી આવેલ ભુપત ભાયાણી અને કોંગ્રેસ માંથી આવેલ હર્ષદ રીબડીયામાંથી કોઈપણ એકને ટિકિટ ભાજપમાંથી મળી શકે છે.
જયારે કોંગ્રેસ પણ આ બેઠક ફરી કબ્જે કરવા મેદાનમાં ઉતરશે ત્યારે કોંગ્રેસ માંથી સંભવીત ઉમેદવાર તરીકે હાલના જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપરા, કરશનભાઈ વાડોતરીયા, ભાવેશ ત્રાપસીયા, નીતિન રાણપરીયા અને ભરત વિરડીયાના નામોની ચર્ચા ચાલી રહી છે.જયારે આમ આદમી પાર્ટી માંથી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા અને આપ નેતા ગોપાલ ઈટાલીયાનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં આગામી બે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી પુરી સંભાવના જોવા મળી રહી છે. તેમાં એક ચર્ચા એવી પણ જોવા મળી રહી છે કે, જો આપ અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો ગુજરાતની વાવ બેઠક પર કોંગ્રેસના ફાળે જાય અને વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે જો એવું શક્ય બને તો આપ નેતા ગોપાલ ઈટાલીયા વિસાવદર બેઠક પરથી ચૂંટણી જંગમાં જંપલાવી શકે તેવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે. જો રીતે બંને પક્ષનું ગઠબંધન થાય તો ભાજપને વધુ મેહનત કરવી પડે તેવી લોકો કહી રહ્યા છે.જયારે ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર ભુપત ભાયાણી ભાજપ અને કોંગ્રેસના ઉમદેવારને હરાવી મેદાન મારી ગયા હતા.
હવે તેઓ ભાજપમાં ભળી જતા નવા સમીકરણો જોવા મળશે. વિસાવદર બેઠકના મતદારોનો મિજાજ વર્ષોથી કંઈક અલગ જોવા મળ્યો છે.જયારે વર્ષો પેહલા કોંગ્રેસના હાથમાં રહેલ આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ચૂંટણી લડીને ભાજપ તરફી વાવાઝોડું કર્યું હતું ત્યારે બાદ આ બેઠક ફરી કોંગ્રેસના હર્ષદ રીબડીયાએ કબ્જે કરી ફરીથી કોંગ્રેસનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીનો સૂર્યોદય થતા ભાજપ અને કોંગ્રેસને પછાડી ફરી આમ આદમી પાર્ટીએ આ બેઠક પર કબ્જો કર્યો હતો આમ આ વિસાવદર બેઠકના મતદારોનો મિજાજ અલગ જોવા મળી રહ્યો છે હવે આવનારી પેટા ચૂંટણીમાં કોણ મેદાન મારશે તેતો આગામી સમય બતાવશે. વિસાવદર બેઠક ભાજપે કબ્જે કરવા પેહલા કોંગ્રેસ માંથી બે વાર ચૂંટણી જીતેલા હર્ષદ રીબડીયાને ભાજપનો ખેસ પેહારવતા તેઓ પણ હાર્યા ત્યાર બાદ આ બેઠક પર આપના ભુપત ભાયાણી જીત્યા બાદ તેને પણ ભાજપમાં ભેળવી દેતા ફરીથી પેટા ચૂંટણી યોજાવાની છે. જયારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ત્રણ ત્રણ વાર ભાજપ માંથી ચૂંટણી લડી પણ હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો હવે આપ અને કોંગ્રેસ માંથી ચૂંટણી લડીને જીતેલા ભુપત ભાયાણી કે કોંગ્રેસમાંથી આવેલ હર્ષદ રીબડીયા કે અથવા કિરીટ પટેલ માંથી પાર્ટી કોને ટિકિટ આપે છે.તે જોવાનું રહ્યું અને જો ત્રિપાંખિયો જંગ થાય તો કોણ મેદાન મારશે તેવી અનેક અટકળો વચ્ચે હાલતો ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.