ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.29
માનવ શરીરની યાદશકિત મગજના ન્યૂરોન્સમાં સમાયેલી હોય છે પરંતુ એક ચોંકાવનારા સ્ટડી મુજબ માણસની કિડની પણ યાદશકિત ધરાવે છે. કિડનીમાં રહેલી કોશિકાઓ ચોકકસ પ્રકારની પેટર્ન ઓળખી શકે છે અને માહિતી યાદ રાખી શકે છે. આ અંગેનો સ્ટડી નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત થયો છે. આ અંગે ન્યૂયોર્ક યુનિવર્સિટીના ન્યૂરોસાયન્ટિસ્ટ નિકોલાઇ કુકુશ્ર્કિને જણાવ્યું હતું કે અમે એમ નથી કહેતા કે કિડની સેલ્સ આપને ટ્રિગ્નોમેટ્રી શિખવી શકે છે પરંતુ આપણને બાળપણની યાદ જરુરથી સ્ટોર કરી શકો છો. આ સંશોધન માત્ર યાદશકિતની સમજણ વધારવા માટે કામ કરે છે જે મગજમાં રહેલી મેમરીની પરિભાષા માટે કોઇ પણ પ્રકારનો પડકાર ફેંકતી નથી. કિડનીના કોશિકાઓ માસ્ડ-સ્પેસ ઇફેકટનો ઉપયોગ કરે છે, આ એ પ્રક્રિયા છે જેમાં એક સાથે સમગ્ર જાણકારી સંગ્રહ કરવાના સ્થાને નાના નાના ભાગમાં સ્ટોર કરે છે.
આ મેમરીની એક જાણીતી પેટર્ન છે જે દિમાંગમાં હોય છે. મગજની બહાર પણ આ પ્રકારની કોશિકાઓએ જાણકારી સંગ્રહ કરવાની હોય છે. આના માટે સીઆરઇબી નામનું પ્રોટિન જે મેમરી પ્રોસેસિંગ માટે મહત્વની જવાબદારી નિભાવે છે. આ પ્રોટીન માત્ર ન્યૂરોન્સ જ નહી પરંતુ બીજા કોશિકાઓમાં પણ જોવા મળે છે. આ સંશોધન માટે વૈજ્ઞાાનિકોએ માનવ ભુ્રણની કિડની કોશિકાઓને એક આર્ટિફિશિયલ જીનમાં નાખવામાં આવશે. આ જીન હકિકતમાં જેમાં સીઆરઇહી એકટિવ થાય છે એ ડીએનએનો હિસ્સો છે. આ જીનમાં ફાયરફલાઇ પ્રોટીનની ચમકવાની ક્ષમતા પણ ઉમેરવામાં આવી હતી. કિડની કોશિકાઓ પર રસાયણના પલ્સ નાખવામાં આવતા ન્યૂરોન્સની મેમરી મશીનરીને સક્રિય કરવા જેવું છે. નિષ્ણાતોનું માનવું છે કે માસ્ડ સ્પેસ ઇફેકટ અગાઉ મસ્તિષ્કની બહાર કયારેય જોવા મળ્યું ન હતું. તેને હંમેશા મગજ અને ન્યૂરોન્સની જ ખાસિયત સમજવામાં આવતી હતી.
- Advertisement -
જો કે ગેર દિમાંગી કોશિકાઓને જો કોઇ જટિલ કામ સોપવામાં આવે તો તે પણ મેમરી બની શકે છે. ભવિષ્યમાં આ રિસર્ચ યાદશકિત ગુમાવવાને લગતી બીમારીના ઇલાજમાં મદદરુપ બની શકે છે. મગજ ઉપરાંત પણ શરીરનો હિસ્સો જાણકારી સ્ટોર કરી શકે છે જે આરોગ્ય માટે મહત્વની સાબીત થઇ શકે છે.જે મુજબ કેન્સર કોશિકાઓને મેમરી રાખવાવાળી કોશિકાઓ તરીકે જોઇ શકાય છે. કીમોથેરેપીની પેટર્નથી શું શીખી શકાય છે તે પણ મહત્વનું છે. આ રિસર્ચ મસ્તિષ્ક સુધી જ સિમિત રહેલી યાદશકિતના ક્ષેત્રને વિસ્તારી શકે છે.