જૂનાગઢ SOGએ માંગરોળ રોડ પરથી ત્રણેયને ઝડપી 3.63 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
ધોરાજીનો ઇસમ મુંબઇની બે યુવતીઓને મોપેડ પર બેસાડીને માંગરોળમાં ડ્રગ્સ વેચવા જઇ રહ્યો હોવાની બાતમી જૂનાગઢ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમના કોન્સ્ટેબલને મળતા વોચ ગોઠવીને બે યુવતિ સહિત ધોરાજીના યુવકને પકડી પાડી તેમની પાસેથી 2.39 લાખનું ડ્રગ્સ કબ્જે લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે પકડાયેલા ઇસમ પાસેથી મોપેડ, મોબાઇલ ફોન અને અડધો લાખની રોકડ રકમ સાથે કુલ 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા છે.
- Advertisement -
જૂનાગઢ એસઓજીના પીઆઇ પી.કે.ચાવડાએ કહ્યુ હતુ કે, ધોરાજીનો રહીશ 27 વર્ષીય ઇમરાન જુમા મતવા ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે જે મુંબઇના મલાડ વિસ્તારમાં રહેતી રર વર્ષીય અરીસા જુબેર અહમદ રફીક શેખ અને 20 વર્ષીય તાસીફા નદીમ જહુરખાનને મોપેડ પર બેસાડી રાજકોટ તરફથી કેશોદ થઇ માંગરોળ ડ્રગ્સનો જથ્થો વેચવા જઇ રહ્યો હતો એસઓજી ટીમે ઇરફાન હબીબભાઇ રૂમીનાને મળી હતી. જેથી પોલીસની ટીમે માનખેત્રા નજીક વોચ ગોઠવી હતી. તલાસી લેતા ડ્રગ્સનો જથ્થો મળી આવતા બે યુવતી સીહત ધોરાજીના ઇસમની અટકાયત કરી વધુ તપાસ માંગરોળ પોલીસને સોંપવામાં આવી છે.