કેલિફોર્નિયા સ્થિત થિંક ટેંક પેસિફીક ઈન્સ્ટીટયુટનો સનસનીખેજ રિપોર્ટ
દુનિયામાં 2023 માં પાણી સંબંધિત હુમલાની 347 ઘટના બની: ભારતમા તામિલનાડુ અને કર્ણાટકમાં પાણી મુદ્દે અવારનવાર અથડામણ થાય છે: દુનિયાભરમાં 2.2 અબજ લોકો પાસે સુરક્ષિત પીવાનું પાણી નથી
- Advertisement -
પૂરી દુનિયામાં પાણી માટે લોકો એકબીજાનું લોહી વહાવી રહ્યા છે.2023 માં જલ સંબંધિત હિંસાના 437 મામલા બહાર આવ્યા હતા ભારત પણ તેનાથી મુકત નથી. ભારતમાં 25 કેસ નોંધાયા છે. જયારે 2022 માં આવા 10 કેસ હતા આ દાવો કેલિફોર્નીયા સ્થિત થીંક ટેન્ક પેસિફીક ઈન્સ્ટીટયુટના વાર્ષિક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટ મુજબ 2022 ની તુલનામાં 2023 માં દુનિયાભરમાં જલ સંઘર્ષમાં 50 ટકા વૃદ્ધિ થઈ છે. 2022 માં 231 મામલા બહાર આવ્યા હતા પાણી સંબંધીત હિંસામા ડેમ, પાઈપ લાઈનો, કુવા, ઉપચાર સંયંત્રો અને શ્રમિકો પર હુમલા સામેલ છે. મોટા પ્રમાણમાં અશાંતિ અને પાણી માટે યુદ્ધ જેવી સ્થિતિ પણ સામેલ છે અનેક લોકોના મૃત્યુ પણ આમા થયા છે.
આપતિઓથી વધી મુસીબત
ભારતમાં સિંચાઈના પાણી માટે સંઘર્ષના મામલા સૌથી વધુ ચર્ચામાં રહ્યા.ભીષણ દુકાળ અને આપસી વિવાદે જલ સંઘર્ષને વધુ હવા આપી હતી. કાવેરી નદીને લઈને તમિલનાડુ અને કર્ણાટકનાં લોકો વચ્ચે અથડામણ થઈ હતી.
ગત વર્ષે 30 નવેમ્બરે આંધ્રપ્રદેશનાં સેંકડો પોલીસ કર્મી કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર ડેમની સુરક્ષા કરી રહેલા તેલંગણા રાજયના પોલીસ દળો સાથે સંઘર્ષમાં આવી ગયા હતા. પાણીના ભાગલા અને સિંચાઈનુ પાણી છોડવા માટે બન્ને રાજયો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
- Advertisement -
2.2 અબજ લોકો તરસ્યા
સંયુકત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 2.2 અબજ લોકો પાસે સુરક્ષીત પેય જલ ઉપલબ્ધ નથી. 3.5 અબજ લોકોને સ્વચ્છ પાણી નથી આ સ્થિતિમાં દેશો વચ્ચે પાણી મુદ્દે સંઘર્ષ વધવાની સંભાવના છે.
મધ્યપૂર્વમાં વધુ હુમલા
દુનિયાભરમાં મધ્ય પૂર્વમાં પાણીને લઈને હિંસામાં ભારે વધારો થયો છે. કુલ સંઘર્ષના 38 ટકા આ વિસ્તારમાં થયા છે. એનું કારણ મુખ્યત્વે કબ્જાવાળા પશ્ર્ચિમી તટ અને ગાઝા પટ્ટીમાં ફિલીસ્તીની જલ પુરવઠા પર ઈઝરાયેલ હુમલા સામેલ છે.