રાજકોટવાસીઓ માટે યોજાશે ટીકર ગામના પ્રસિદ્ધ કાન-ગોપી રાસ મંડળીનો કાર્યક્રમ
4 ગ્લાસ ઉપર પાણી ભરેલા ગોરાનું બેલેન્સ સાથેનું નૃત્ય, દાણ લીલા, કૃષ્ણા-સુદામા મિલન, ઝાંખી લીલા, હાલરડા, પ્રભાતિયાની પ્રસ્તુતિ નિહાળીને મંત્રમુગ્ધ બની જશે શ્રોતાઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.00
વિ.હિ.પ. પ્રેરિત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ 2024ના ઉપક્રમે વિ.હિ.પ. તથા વીવાયઓ શ્રીનાથધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 24 ને શનિવારના રોજ રાત્રે 9-00 કલાકે વીવાયઓ શ્રીનાથધામ હવેલી ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી ખાતે સુપ્રસિદ્ધ એવા ટીકર ગામના કલાકારોના વૃંદ દ્વારા ખાસ પ્રસ્તુતિ એવા કાન-ગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા કલાકારો દ્વારા અવનવી વેશભૂષામાં કાન અને ગોપીના પાત્રોના સ્વરૂપમાં અલગ-અલગ પ્રસ્તુતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન સંદેશને ફેલાવવાનું કાર્ય કરશે.
ચાર-ચાર ગ્લાસ ઉપર પાણી ભરેલા ગોરાનું અદ્ભુત બેલેન્સ કરી જે ખાસ રાસ પ્રસ્તુત કરવામાં આવે છે તે લોકોને આશ્ર્ચર્ય સાથે પસંદ પડે તેવો છે. આ ઉપરાંત આ કલાકારોની ટીમ દ્વારા ગીત, સંગીત, નૃત્ય, સંવાદ, નાટ્ય રૂપાંતર જેવા વિવિધ રંગો ભરી લોકોને સહેલાઈથી મનમાં ઉતરી જાય તેવી સરળ શૈલી દ્વારા ભગવાન કૃષ્ણના કાન સ્વરૂપ અને ગોપી બનીને રજૂઆત કરતાં કલાકારોના માધ્યમથી ભગવાનના અમૂલ્ય જીવન પ્રસંગોનો અર્થસભર મંચન કરી આ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. ટીકર ગામના કલાકારોની પ્રસિદ્ધ એવી આ કાન-ગોપી રાસ મંડળની પ્રસ્તુતિ થાય છે ત્યારે સાથે વાદકો દ્વારા વાજીંત્રોની સુરાવલીઓ પણ સાથે વહેવડાવતા હોય છે જેમાં પુરુષ કલાકારો આ મંડળના તમામ સ્ત્રીપાત્રોનું મેકઅપ દ્વારા અસલ સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત પ્રસંગને વણીને આ પ્રસ્તુતિ કરવામાં આવતી હોય છે. લાઈવ પાત્રો દ્વારા જાણે તે પ્રસંગને આપણે સાક્ષી હોઈએ તેવી અનુભૂતિ આ પ્રસ્તુતિ સમયે શ્રોતાઓને થાય છે. તા. 24 ને શનિવારના રોજ રાત્રે 9-00 કલાકે વીવાયઓ શ્રીનાથધામ હવેલી ચોક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, મવડી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટની જાહેર જનતા હિન્દુ સમાજને ઉમટી પડવા આ કાર્યક્રમના ઈન્ચાર્જો ડો. હિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, વિપુલભાઈ ગજ્જર, રાજુભાઈ ઘેલાણી સમિતિના માર્ગદર્શકો સર્વે નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ રાજદિપસિંહ જાડેજા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહીલ, શોભાયાત્રાના અધ્યક્ષ વિજય વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત, સહકોષાધ્યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્યાસ તથા પ્રેસ મીડિયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ સહિતના લોકો દ્વારા આહવાનસહ હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આજરોજ આ કાન-ગોપી રાસ મંડળના આયોજનની માહિતી આપવા કાર્યક્રમના ક્ધવીનરો ડો. હિરેનભાઈ વિસાણી, કૌશીકભાઈ સરધારા, વિપુલભાઈ ગજ્જર, રાજુભાઈ ઘેલાણી, વીવાયઓ શ્રીનાથધામ હવેલીના ઉપપ્રમુખ કમલેશ ધાધરા, વિ.હિ.પ.ના ધનરાજભાઈ રાઘાણી, રાજીવભાઈ મહેતા, કૌશીકભાઈ ગોહેલ તથા પ્રેસ મીડિયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ સહિતના લોકોએ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાત લીધી હતી.