પ્રથમ દિવસે ખૂબ જ ટૂંકા સમયમાં હરાજીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ઝાલાવાડનો ભવ્ય અને સુપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો ધ્રાંગધ્રા ખાતે યોજાઇ છે તેવામાં આ વર્ષે સરકારની નવી જઘઙના લીધે ક્યાંક રાઇડસ ધારકો માટે થોડા અંશે વિચારવા જેવી બાબત છે જેના લીધે ઠેર ઠેર વિરોધ પણ કર્યો હતો ત્યારે ધ્રાંગધ્રા ખાતે આગાઉથી નગરપાલિકા પ્રમુખ અને મેળા કમિટી ચેરમેન દ્વારા તમામ રાઇડસ માલિકો સાથે બેઠક યોજી હતી જેના લીધે હરાજીના પ્રથમ દિવસે કોઈ પણ જાતનો મતભેદ જીવ મળ્યો ન હતો. ધ્રાંગધ્રા નગરપાલિકા આયોજિત લોકમેળામાં પ્રથમ દિવસની હરાજી સવારે રાબેતા મુજબ શરૂ કરાઇ હતી.
- Advertisement -
જેમાં સવારના સમયે ખાણીપીણી અને રમકડાના સ્ટોલ માટેના પ્લોટની હરાજી કરાઈ હતી જ્યારે બપોર બાદ રેઇડસ માટેના પ્લોટની હરાજી થઈ હતી જોકે દર વર્ષ કરતા આ વર્ષે નગરપાલિકા દ્વારા નવીનતમ આયોજન સાથે “એક પ્લોટ, એક ડિપોઝિટ” સાથે હરાજી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. દર વર્ષે કેટલાક તત્વો દ્વારા લોકમેળામાં ધંધા કરવા સાથે કોઈ સંબંધ નહિ હોવા છતાં પણ પ્લોટની હરાજીમાં ભાગ લઈ પ્લોટને મોંઘા ભાવે વેચાણ થાય તે માટેનો હિન પ્રયાસ કરતા હોય છે જેના લીધે ખરેખર નાના ધંધાર્થી આર્થિક માર પડે છે જેને ધ્યાને લઇ પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા એક પ્લોટ એક ડિપોઝિટની થીયરી અપનાવી હતી.
જ્યારે પ્લોટની હરાજીના પ્રથમ દિવસે જ 15 લાખ જેટલી ડિપોઝિટની આવક થઈ હતી. ત્યારે પ્રથમ દિવસે માત્ર રાઇડસ અને ખાણીપીણી સ્ટોલના પ્લોટની હરાજીમાં ઐતિહાસિક કુલ 1.22 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગત વર્ષે તમામ પ્લોટની હરાજીમાં જેટલી આવક થઈ તેના કરતાં પણ વધુ આ વર્ષે પ્રથમ દિવસે જ સવા કરોડ જેટલી આવક થઈ હતી. જોકે નગરપાલિકાના પ્રમુખ દ્વારા હરાજી પૂર્વે જ તમામ પ્લોટ ખરીદનારાઓને ભાવ પત્રક મુજબ ભાવ લેવા માટે સ્પષ્ટ સૂચનો આપી દીધા હતા. ત્યારે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે પ્રથમ દિવસની હરાજી કરોડોની આવક સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી