આદિવાસી માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રેમાં ઘણું કામ કરવાની જરૂર છે : ભાગવત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ઝારખંડના ગુમલામાં વિકાસ ભારતી દ્વારા આયોજિત ગ્રામ્ય સ્તરની કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતાં સમયે છજજ ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, ’પ્રગતિનો કોઈ અંત નથી. લોકો મનુષ્યમાંથી સુપરમેન, સુપરમેનમાંથી દેવતા, દેવતામાંથી ભગવાન બનવા માંગે છે. પરંતુ ભગવાન કહે છે કે, હું વિશ્વરૂપ છું. કોઈ નથી જાણતું કે ભગવાનથી મોટો કોઈ છે કે નહીં. વિકાસનો કોઈ અંત નથી. કાર્યકર્તાઓને સમજવું જોઈએ કે આપણે હંમેશા વધુ મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.’ આ સાથે તેમણે આદિવાસી માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરવા અને શહેર કરતાં ગામડાના લોકો પર આંક બંધ કરીને વિશ્વાસ કરવા સહિતની ચર્ચા કરી હતી.
- Advertisement -
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ’કોવિડ-19 મહામારી પછી આખી દુનિયાને ખબર પડી ગઈ હતી કે ભારત પાસે શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ છે. સનાતન ધર્મ માનવજાતિના કલ્યાણમાં વિશ્વાસ રાખે છે. છેલ્લા બે હજાર વર્ષોમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છતાં ભારતની પરંપરાગત જીવનશૈલીમાં સુખ-શાંતિ પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા હતા.’
ભાગવતે ગ્રામ્ય સ્તરના કાર્યકર્તાની બેઠકને સંબોધીને કહ્યું કે, ’સનાતન સંસ્કૃતિ અને ધર્મ મહેલોમાંથી આવ્યાં નથી, પરંતુ આશ્રમો અને જંગલોમાંથી આવ્યાં છે. પરિવર્તનના સમયગાળામાં આપણાં પહેરવેશમાં બદલાવ આવી શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિ અને સ્વાભાવ ક્યારેય બદલાશે નહીં. બદલતા સમયમાં આપણું કાર્ય અને સેવાઓ ચાલુ રાખવા માટે નવી રીતભાતને અપનાવવી પડશે. આ બધા વચ્ચે જે પોતાના સ્વભાવને જાળવી રાખે તેને વિકસિત કહેવાય.’
ભાગવતે કહ્યું કે, ’દરેક વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે અથાક મહેનત કરવી જોઈએ. આદિવાસી પછાત હોવાથી તેમના માટે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રેમાં ઘણું કામ કરવાની જરૂર છે. જંગલ વિસ્તારોમાં રહી પરંપરાગત રીતે વસવાટ કરતાં આદિવાસીઓ શાંત અને સરળ સ્વભાવના હોય છે, જે શહેરી વિસ્તારોમાં જોવા મળતું નથી. બીજી તરફ, હું ગામડાના લોકો પર આંધળો વિશ્વાસ કરી શકું છું, પરંતુ શહેરમાં આપણે કોની સાથે વાત કરી રહ્યાં છીએ તેના પર ધ્યાન રાખવું પડે છે.’