ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ચોરવાડ નગરપાલિકાના સફાઈ કામદારો કામગીરીને અનુલક્ષીને છેલ્લા પાંચ દિવસથી ચોરવાડ નગરપાલિકા કચેરી ખાતે આંદોલન ઉપર બેઠેલા હતા જેના કારણે શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ગંદકી વધી રહેલા હતી જેથી રોગચાળો ફેલાય તેવી સંભાવના વધી હોવાના કારણે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા આંદોલન ઉપર બેઠેલા સફાઈ કામદારોની રૂબરૂ મુલાકાત લઈ સુખદ સમાધાન કરવામાં આવ્યું,
- Advertisement -
હાલ ચોમાસાની સીઝન શરૂ હોય, ત્યારે પાણી ભરવાના કારણે ગંદકી થવાની શક્યતાઓ વધારે હોય છે ઉપરથી ચોરવાડ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા દશ દિવસથી સફાઈની કામગીરી બંધ રાખેલ હતી, જેથી વધતી જતી ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધી રહેલ હતી, કારણ કે શહેરમાં સફાઈ થયેલ નોહતી, અને સફાઈ કામદારો સફાઈની કામગીરીમાં ઉદભવતા અમુક પ્રશ્ર્નોના કારણે છેલ્લા 5 દિવસથી નગરપાલિકા કચેરી ખાતે આંદોલન ઉપર બેઠેલા હતા, ત્યારે શહેરમાં ગંદકી ના થાય અને વ્યવસ્થિત દૈનિક સફાઈ થઈ શકે તેવા ઉમદા હેતુથી સોમનાથના ધારાસભ્ય દ્વારા નગરપાલિકા કચેરી ખાતે જઈ સફાઈ કામદારોની મુલાકાત લેવામાં આવેલ તથા તેઓના પ્રશ્ર્નો સાંભળી નગરપાલિકાના અધિકારીઓની સમક્ષ સુખદ સમાધાન કરી આંદોલનનું સુખદ અંત લાવેલ હતું. તેમજ સફાઈ કામદારોને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ર્નો ઉદ્દભવ્યે હંમેશા સાથે રહી તમામ પ્રશ્ર્નોના નિવારણ લાવવા અને અન્યાય સામે સાથે રહી લડવાની ખાતરી આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.



