નીતિન ગડકરીએ કહ્યુ હતું કે, હું ઇચ્છું છું કે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોને આગામી 10 વર્ષમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે
કેન્દ્ર સરકારના પૂર્વ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ચાલતા વાહનોને લઈને તેમની નીતિઓ સ્પષ્ટ કરી છે. નોંધનિય છે કે, નીતિન ગડકરીએ લોકસભા ચૂંટણી 2024 માટે એક જાહેર રેલી દરમિયાન કહ્યું હતું કે, સરકાર ભારતમાં સ્વચ્છ અને વધુ ટકાઉ પરિવહન ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. નીતિન ગડકરીએ એક જાહેર રેલી દરમિયાન કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોને આગામી 10 વર્ષમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે.
- Advertisement -
શું કહ્યુ હતું નીતિન ગડકરીએ ?
આ સાથે ગડકરીએ આ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો બજારમાં લાવવાની વાત કરી હતી. નીતિન ગડકરીએ કહ્યું કે, આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. જો તમે ડીઝલ પર 100 રૂપિયા ખર્ચો છો, તો તમે વીજળી પર માત્ર 4 રૂપિયા ચાર્જ કરશો. નીતિન ગડકરી પહેલા જ ICE વાહનોનો ઉપયોગ બંધ કરવાની વાત કહી ચૂક્યા છે. પરંતુ આ પહેલા પૂર્વ કેબિનેટ મંત્રીએ કોઈ સમય મર્યાદા નક્કી કરી ન હતી. નીતિન ગડકરીએ વધુ એક લક્ષ્ય રાખ્યું છે કે, તેઓ હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડવાનો પ્રયાસ કરશે અને દેશમાંથી લગભગ 36 કરોડ પેટ્રોલ અને ડીઝલ વાહનોને દૂર કરવાનો પ્રયાસ કરશે.
ગડકરીએ મોટો દાવો કર્યો
- Advertisement -
PTI સાથે વાત કરતી વખતે નીતિન ગડકરીએ તેમના લક્ષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે 100 ટકા થશે. આ કામ મુશ્કેલ હોઈ શકે છે પરંતુ અશક્ય નથી. આ મારી માન્યતા છે. નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર આપી રહ્યા છે અને તેની સાથે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં પણ વધારો થયો છે.