બસ સ્ટેન્ડ પાસે લાલબહાદુર સોસાયટીના રહીશો ત્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકાની ઘોરબેદરકારી જોવા મળે છે.બસ સ્ટેન્ડ સામે આવેલ લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ શિવ મંદિર પાસે છેલ્લા 6 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાય રહ્યા છે.સોસાયટીમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે અને રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીની ગટર ઉભરાતા સ્થાનિક રહીશો પણ દુર્ગંધ મારતા ખરાબ પાણીના લીધે ત્રાસ સહન કરી રહ્યા છે.છેલ્લા છ દિવસથી મહા પાલિકાના સફાઈ કર્મીઓ આવીને જુવે છે પણ ગટર સાફ થતી નથી શું મહા પાલીકાને આ દેખાતું નહિ હોય એક તરફ સ્વચ્છતાની વાતો કરે છે ત્યારે આ ગટર ઉભરાયને રસ્તા પર પાણી વહી રહ્યા છે.
જેના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે છે.અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.બીજી તરફ ગટરનું ખરાબ પાણી સતત રોડ પર વેહવાથી રસ્તો પણ તૂટવા લાગ્યો છે ખાડા પણ પડી ગયા છે.હવે જોવાનું રહ્યું કે, મહાનગર પાલીકાના ક્રમીઓ તો નથી જાગ્યા પણ એક કોર્પોરેટર પણ જાગ્યા નથી આટલી હદે ઘોરબેદરકારીથી લોકો છેલ્લા છ દિવસથી ત્રાસ સહન કરી રહ્યા છે ત્યારે હવે ક્યારે ગટર સાફ થશે અને લોકોને ક્યારે આ દુર્ગંધ મારતા ગટરના પાણીથી છુટકારો મળશે તે જોવાનું રહ્યું.