ગિરનારના 2200 પગથિયે રાત્રીના ચોરીના ઇરાદે આવલાં શખ્સનું કૃત્ય
ભવનાથ PSIએ રાત્રીના ઘાયલ સગીરને ડોળી દ્વારા નીચે ઉતાર્યો
- Advertisement -
પોલીસે સગીર અને ગુરુનું નિવેદન લઈ તપાસ તેજ કરી
14 વર્ષનો સગીર ઘાયલ થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર્વત પર 2200 પગથીયાં પાસે આવેલ માળીપરબની વૈરાગી વૈષ્ણવની ધાર્મિક જગ્યા આવેલી છે આ જગ્યામાં રેહતો 14 વર્ષનો પુનીત નામના સગીરને મોડી રાત્રીના કોઈ ચોરી કરવાના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સે ગીરનારની 50 ફૂટ જેટલી ઉંડી ખાઈમાં ફેંકી દેવાની ઘટના સામે આવતા મોડી રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી.રાઠોડને સ્થાનિક દુકાનદારે જાણ કરતા પીએસઆઇ સહીત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને ઘાયલ થયેલ સગીરને ડોળી દ્વારા નીચે ઉતારી 108 મારફતે સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા ઈસમ ચોરીના ઇરાદે માળીપરબની જગ્યામાં આવેલ અને જગ્યામાં રહીને સેવા પૂજા કરતા પુનીત નામના સગીર જાગી જતા તેને ઊંડી ખાઈમાં ફેંકી નાસી ગયા હતા હાલ પોલીસે પુનીત સ્વસ્થ થતા તેનું નિવેદન લઈને વધુ તપાસ તેજ કરી છે.
ગિરનાર માળીપરબની જગ્યા પર મોડી રાત્રે જગ્યામાં રહીને સેવાપૂજા કરતા પુનિત નામના 14 વર્ષના સગીરને ફેંકી દેવાની ઘટના મામલે ગીરનાર સીડી પર દુકાન ધરાવનાર અને સેવાભાવી એવા વીજયભાઈ ગૌસ્વામી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, માળીપરબની જગ્યા વૈરાગી વૈષ્ણવની જગ્યા આવેલી છે. જેના મહંત કૃષ્ણદાસ મહારાજ છે જયારે ગઈકાલે તેઓ હાજર ન હતા અને જગ્યામાં એક માજી અને પુનિત નામનો સગીર સુતા હતા ત્યારે 12:30 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો શખ્સ જગ્યાની બાથરૂમ પાસેની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને દરવાજો ખોલતા સગીર જાગી ગયો હતો ત્યારે 14 વર્ષનો સગીર જગ્યામાં આવેલ રવેશ પાસે સૂતો હતો ત્યારે અજાણ્યા શખ્સે તરુણને ત્યાંથી ગીરનારની ઉંડી ખાઈમાં ફેંકી ભાગી છૂટ્યો હતો સદનશીબે તરુણ પથ્થર પર ન પડ્યો અને ઝાડી જાંખરામાં પડતા શરીરે ગંભીર ઇજા થવા પામી હતી ત્યાર બાદ તરુણ રાત્રીના સમયે જંગલના રસ્તે ચાલીને સીડી ઉપર આવેલ એક દુકાન આવ્યો હતો અને રડતા અવાજે સમગ્ર બનાવની હકીકત જણાવી હતી અને સ્થાનિક સેવાભાવી વિજયભાઈ ગૌસ્વામીએ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ગીરનાર પરના 2200 પગથિયે આવેલ માળીપરબ જગ્યા પર પોહચી ઘાયલ તરુણને ડોળી મારફત નીચે ઉતારીને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હાલ તરુની તબિયત સુધારા ઉપર છે.
આ સમગ્ર બનાવની જાણ માળીપરબ જગ્યાના મહંત કૃષ્ણદાસ મહારાજ બહારગામથી હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવ મામલે હકીકત જાણી હતી હાલ બનાવનો ભોગ બનેલ તરુણ સ્વસ્થ થતા પોલીસે નિવેદન લેવાનું શરુ કર્યું છે. જયારે ભવનાથ પીએસઆઇ એમ.વી.રાઠોડ દ્વારા અલગ અલગ નિવેદનો લઈને બનાવ સ્થળની તપાસ કરીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની તજવીજ શરુ કરી છે અને ચોરીના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સની શોધખોળ શરુ કરી છે.
ગિરનાર પથ્થર ચટ્ટીની જગ્યાના મહંતની હત્યા 1992માં થઇ હતી
જૂનાગઢ ગીરનાર પર્વત આદિ અનાદિ કાળથી ધર્મની આલેખ જગાવી છે ત્યારે ગીરનારની ધાર્મીક જગ્યાઓમાં કોઈ દિવસ કોઈ મોટી ઘટના બની નથી જેમાં એક ઘટના 27 એપ્રિલ વર્ષ 1992ના પથ્થર ચેટીની જગ્યાના મહંત બિપીનની હત્યા ચોરીના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ કોઈ મોટી ઘટના બની નથી જોકે એ હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા એ ઘટના બાદ ગઈકાલ આ બીજો એવો બનાવ છે કે, જેમાં મોટી ઘટના બનતા રહી ગઈ અજાણ્યા ઈસમે તરુણને ઊંડી ખાઈમાં ફેંક્યો પણ સદનસીબે તરુણ ઝાડી જાંખરામાં પડતા શરીરે નાની મોટી ઇજા થવા પામી છે.