ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
માણાવદરમાં પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદી, પ્રતિષ્ઠાનના મંત્રી એલ.વી.જોશી, વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત, નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ સાદરિયા, ડાયેટ લેક્ચરર ભરતભાઈ મેસિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સૌના મનમાં એક વિચાર આવ્યો કે જૂનાગઢના યુવાનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન અભિરુચિ કેળવાય એ માટે કોઈ નક્કર યોજના શરૂ કરીએ. એ સંદર્ભે તારીખ 20 માર્ચ, બુધવારે આર.એસ.કાલરિયા પ્રાયમરી સ્કૂલ ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં ડો.માતંગભાઈ પુરોહિત , પ્રિન્સિપાલ ભારતીબેન પરસાણા, હસમુખાબેન ,મોહનભાઈ રાજપરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ મિત્રોએ ’વાંચન વલોણું’ના ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ અંગે સકારાત્મક સૂચનો કર્યા હતા. દર મહિને એક વખત આ અંગેની બેઠક કરવી એવો નિર્ણય પણ લેવામાં આવ્યો.