બેટદ્વારકાના 44 ટાપુઓ સહિત શ્રીકૃષ્ણ યાત્રાધામ કોરિડોરનો સુરક્ષા સાથે ઝડપી વિકાસ: રાજુભાઇ ધ્રુવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાને આગળ વધારી સર્વાંગી વિકાસ કરી રહેલા દૂરંદેશી, નિર્ણાયક તથા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્ર્વપ્રસિદ્ધી પામેલા ઓખા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોનો પ્રવાસન ઉદ્યોગ વિકસે અને વધુ સગવડ ઉભી થાય તે માટે દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવાની જે જાહેરાત કરી છે તેને આવકારતા સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, સત્તામંડળની રચનાને કારણે આ વિસ્તારમાં વસતા લાખ્ખો લોકોનું વરસો જુનું સર્વાંગીણ વિકાસનું સપનું સાકાર થશે. તેમણે આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પણ આપ્યા છે. તેમણે સત્તામંડળની રચનાને સાંસ્કૃતિક ધરોહરની સમૃદ્ધિ અને વિકાસના અતૂટ જોડાણના ઉદાહરણરૂપ ગણાવી છે.
- Advertisement -
રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં કહ્યું છે કે અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુધર્મમાં ચાર પવિત્રધામ માનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત શંકરાચાર્યના મઠ અને અનેક મંદિરો સાથેનું આ તીર્થક્ષેત્ર ધાર્મિક નગરીની ખ્યાતી ધરાવે છે. દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે આસપાસના જોવાલાયક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા રહે છે. આવા સંજોગોમાં દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના થવાથી ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ 10,721 હેક્ટર વિસ્તારના વિકાસને વેગ મળશે.
તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવાના એક ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સત્તામંડળની રચનાની કરેલી જાહેરાત ધાર્મિકતા સાથે આધુનિકતાના સુભગ સમન્વયથી વિકાસમાં આગવું સ્થાન ઊભું થશે.
રાજુભાઈ ધ્રુવે એમ પણ કહ્યું છે કે, ‘સોમનાથનો વિકાસ હોય કે અંબાજીનો વિકાસ હોય, ગિરનાર, પાલિતાણા, ડાકોર કે દ્વારકાનો વિકાસ હોય આ તમામ પવિત્ર કામો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથે થઈ રહ્યાં છે. દ્રારકાને 1000 કરોડનો સિગ્નેચર- સુદર્શન બ્રિજ, પોરબંદર છાંયાને મહાનગરપાલિકાની ભેટ આપી ગયા હર્ષદ હરિસિદ્ધી માતાજી સોમનાથ સાથે જોડતા અદભૂત ઐતિહાસિક લિંક પ્રોજેક્ટની ભેટ આપી આ વિસ્તારની કાયાપલટ કરવા માટે દ્વારકાધીશ ટેમ્પલ સર્કિટ, યાત્રાધામ કોરિડોરની ઐતિહાસિક ભેટ આપી લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે દ્રઢ નિર્ધાર સાથે મજબૂત પગલાંઓ લીધા છે. આપેલા વચનો સંકલ્પોને સાર્થક કરવાની દિશામાં પણ ખુબ મહત્વના અભૂતપૂર્વ નિર્ણયો લીધો છે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી તથા મુખ્મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે.
- Advertisement -
આ સમગ્ર વિસ્તારમાં દુનિયાભરથી પ્રવાસીઓ આકર્ષાય તેવી અનેક સંભાવનાઓ પડેલી છે, ત્યારે આ સત્તામંડળની રચનાથી આ વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બાગ-બગીચા, ડ્રેનેજ સહિતની વધુ આંતરમાળખાકીય સુવિધાઓ ઝડપથી ઉભી કરી શકાશે તેવો વિશ્ર્વાસ છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે આ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને પ્રવાસન પ્રવૃત્તિઓની સાથોસાથ વાણિજ્ય એકમોને પ્રોત્સાહન મળશે, નવા રોકાણોની સંભાવનાઓ વધશે અને રોજગારીની નવી તકો તેમજ આર્થિક વિકાસના નવા માપદંડો નક્કી થશે તેમ કહી રાજુભાઈ ધ્રુવે દ્વારકા ઓખા બેટદ્વારકાને વિકાસ સત્તામંડળ તથા પોરબંદરને મહાનગરપાલિકા આપી સોમનાથ સાથે જોડી લિંક પ્રોજેક્ટની અભૂતપૂર્વ ઐતિહાસિક મહાન ભેટ આપી તેને આવકાર આપી અભિનંદન સાથે આભાર માન્યો છે.