600 કરોડના ડ્રગ્સ ડીલર્સ દંપતીનું ગુજરાત કનેક્શન
1 કરોડની લાલચમાં દત્તક બાળકની હત્યા કરાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષોથી લંડનમાં રહેતા ભારતીય મૂળના દંપતીને 600 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે લંડન કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. બંનેને ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં 57 મિલિયન પાઉન્ડ (રૂ.600 કરોડ)ના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, આ કપલ પર વર્ષ 2017માં ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે. ભારત તરફથી અનેકવાર રજૂઆતો કરવા છતાં બ્રિટિશ કોર્ટે તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. હવે સોમવારે તેઓ લંડનથી સિડનીની કોમર્શિયલ ફ્લાઈટ મારફતે રૂ. 600 કરોડના કોકેઈનની દાણચોરી અને મની લોન્ડરિંગના દોષી સાબિત થયા છે. તો આવો વિસ્તાર પૂર્વક જાણીએ 2017ના એ ડબલ મર્ડર કેસની સંપૂર્ણ ઘટના…
મીડિયા રિપોર્ટ મુજબ, નૈરોબીમાં જન્મેલી 59 વર્ષીય બ્રિટિશ ભારતીય આરતી ધીરનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે. મહિલાનો 35 વર્ષીય પતિ કવલજીત સિંહ રાયજાદા ગુજરાતના જૂનાગઢના કેશોદનો રહેવાસી છે. તે ભારતીય નાગરિક છે અને બંને હેનવેલ (ઈંગ્લેન્ડ)માં રહે છે. આ બન્ને કપલે ગુજરાતમાં એક માસ્ટર પ્લાન રચ્યો હતો, જેમાં વર્ષ 2015માં એક ગોપાલ સેજાણી નામના બાળકને દત્તક લીધો હતો, ગોપાલ ગામમાં તેની બહેન અને તેના પિતા સાથે રહેતો હતો. આ કપલે ગોપાલના પિતાને વાયદો કર્યો હતો કે, તેઓ ગોપાલને લંડન લઈ જશે. જે બાદ તેના નામે 1 કરોડનો વીમા પોલિસી કરાવી હતી, અને તે જ વીમા પોલિસી પકવવાની લાલચે દત્તક લીધેલા ગોપાલનું અપહરણ કરવા લંડનમાં બેઠા બેઠા બે શખ્સોને 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી.
લંડન મોકલવા માટે ગોપાલના પાસપોર્ટની કામગીરી પૂર્ણ કરીને ગોપાલ અને તેના બનેવી હરસુખ ભાઇ માળીયા હાટીના પરત ફરી રહ્યા હતાં. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કેશોદ નજીક તેમની કારને રોકી હતી અને બાળક ગોપાલનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હરસુખભાઇ અને અપહરણ કારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. હરસુખભાઈ અને ગોપાલ પર છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા.
જેમાં 12 વર્ષના ગોપાલ અને તેના બનેવી હસમુખભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને લઈ બાળકના બનેવી હરસુખ કરડાણીએ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ અને અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ થોડા સમયમાં જ આ બંને સાળા-બનેવીના સારવાર દરમિયાન મોત નીપજયા હતા. જેને લઈ કેશોદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેની તપાસ જૂનાગઢ એલસીબીને સોંપવામાં આવી હતી.
હત્યામાં NRI દંપતીની ભૂમિકાનો ઘટસ્ફોટ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યા મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા નીતિશ મુંડ નામના વ્યક્તિ ધરપકડ કરી હતી. 12 વર્ષના ગોપાલ અને તેના બનેવી હરસુખ કરડાણીની હત્યામાં ગછઈં દંપતીની ભૂમિકાનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૂળ કેશોદના કેવલજીત રાયજાદા અને પંજાબની આરતી ધીરની સંડોવણી ખુલ્લી હતી.
2019માં ભારતની વિનંતી લંડન કોર્ટે ફગાવી
આરતી અને કવલજીતસિંહે નીતીશ મુંડ સાથે મળીને ગોપાલને દત્તક લેવાનું કાવતરું ઘડ્યું હતું, તેને વીમો અપાવ્યો હતો અને પછી તેની હત્યા કરી હતી. જેથી તેઓ વીમાના પૈસા મેળવી શકે. નીતીશ, જેઓ તેમના વિઝાની મુદ્દત પૂરી થયા પછી અહીં સિફ્ટ થતા પહેલા લંડનમાં રહેતા હતા, તેમણે વર્ષ 2015 થી દંપતી સાથે મળીને ગોપાલની હત્યા કરવાની યોજના બનાવી હતી. પોલીસે હત્યા મામલે નીતિશ મુંદની ધરપકડ કર્યા બાદ ગછઈં દંપતીની ભૂમિકાનો ખુલાસો થયો હતો. પોલીસમાં જાણવા મળ્યું હતું કે, નીતિશ મુંડ સાથે રહેતા બે હુમલાખોરો ને બાળકની હત્યા માટે રૂ 5 લાખની સોપારી આપવામાં આવી હતી.અને આ હત્યાનું કાવતરું નીતિશ કેવલજીત અને આરતીએ ઘડ્યું હતું. બંને ગછઈં દંપતિ પર હત્યાનો ગુનો દાખલ થયા બાદ આ હત્યારાઓને ભારત લાવવા સરકારે 2019 માં યુકે સરકારને વિનંતી કરી હતી. પરંતુ લંડન કોર્ટે ગુજરાતમાં તેમને આજીવન કેદની સજા કરવામાં આવશે તો તેઓ વહેલા છુટી નહીં શકે છે. તેમ જણાવી આ અરજી ફગાવી દીધી હતી.
- Advertisement -
600 કરોડના કોકેઈનની દાણચોરી,મની લોન્ડરિંગમાં પણ દોષી
2021માં ધરપકડ દરમિયાન, પોલીસને દંપતીના ઘરેથી 5.26 લાખ રૂપિયાના ગોલ્ડ પ્લેટેડ સિલ્વર બિસ્કિટ અને લગભગ 77 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. સ્ટોરેજ યુનિટમાંથી રૂ. 31.61 કરોડની રોકડ પણ મળી આવી હતી. આ કપલે 8 કરોડ રૂપિયાનો ફ્લેટ અને 65.33 લાખ રૂપિયાની કાર પણ ખરીદી હતી. બંનેએ 2019થી અત્યાર સુધી વિવિધ બેંકમાં 7.79 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ કારણે બંને પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.