ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ હસ્તે મેંદરડા ખાતે રૂ.99.50 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું.ત્યારે પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ન્યુટ્રી સિરિયલ યોજના – મીલેટ વર્ષ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલ તથા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી સહભાગી બન્યા હતા. મંત્રીશ્રીના હસ્તે રૂ. 16 લાખના ખર્ચે કુલ 7 ઇ- રીક્ષાનું ફ્લેગ ઓફ કરાયું હતું.
પશુપાલકો તથા ખેડૂતોની જુદી જુદી સહાયકારી યોજનાઓનો લાભ અને સારવાર મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના મેંદરડાના નવનિર્મિત મકાન લોકાર્પણ કાર્યક્રમ મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ 2023- 23માં રાજ્યમાં નવા 40 પશુ દવાખાના કાર્યરત કરાયા છે તેમજ ટૂંક સમયમાં 150 નવા પશુ દવાખાના પણ શરૂ થશે.
કૃષિ મંત્રીના હસ્તે મેંદરડા ખાતે 99.50 લાખના ખર્ચે પશુ દવાખાનાનું લોકાર્પણ
