બાન લેબના મૌલેશભાઇ પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ, 100 જેટલા આકર્ષક ઇનામો અપાયા
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રી પૂર્વે સરગમ ચિલ્ડ્રન કલબના સેંકડો બાળ સભ્યોએ નવરાત્રીનું શાનદાર વેલકમ કર્યું હતું. ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા વેલકમ નવરાત્રી કાર્યક્રમમાં બાળ સભ્યો અવનવા વસ્ત્રોમાં સજ્જ થઇ ગરબા રમવા આવ્યા હતા અને સુંદર પરફોર્મન્સ આપીને મહેમાનોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્વસ્તિક દીદી, શ્રમિક દીદી, રશ્મીકાંતભાઈ મોદી, સ્વાતિબેન જોશી, અમિતભાઈ જોશી, પ્રીતીબેન ગણાત્રા, ડો. ચંદાબેન શાહ, હરીશભાઈ લાખાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રાસોત્સવ ચાર ગ્રુપમાં એટલે કે 6 થી 10 વર્ષ અને 11 થી 15 વર્ષમાં ગર્લ્સ અને બોયસને વેલડ્રેસ પ્રિન્સ અને પ્રિન્સેસ એવી રીતે બે ભાગમાં રમાડવામાં આવ્યો હતો અને 100 જેટલા ઇનામો આપવામાં આવ્યા હતા. આ વેલકમ નવરાત્રીમાં મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોડી કલર્સ સંગીત પિરસશે સાથે કીબોર્ડ તરીકે રાજુભાઈ ત્રિવેદી મુંબઈના હેમંત પંડ્યા, સોનલ વાળા અને નિલેષ પંડ્યા, અશ્વિનીબેન મહેતાએ ગરબા રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ અને બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ પટેલનું ખાસ અભિવાદન કરાયું હતું. શનિવારે મૌલેશભાઈનો જન્મદિવસ હોવાથી તેમને શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કાશ્મીરાબેન નથવાણી, જયશ્રીબેન સેજપાલ, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, માયાબેન પટેલ અને ભાવનાબેન મહેતાએ ફરજ બજાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. મધુરિકાબેન જાડેજા, અલ્કાબેન ધામેલિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.