6 વર્ષના બાળકના નાકની અંદર પાંચ મહિના સુધી બેટરી સેલ ફસાયેલ રહ્યો, સર્જન ડૉ.હિમાંશુ ઠક્કર દ્વારા સફળ ઓપરેશન

138

તાજેતરમાં અત્રે વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ સ્થિત ડો ઠકકરની હોસ્પિટલ ખાતે એક અજીબ કિસ્સો આવ્યો આર્યન હિતેશભાઈ ચૌહાણ રહે. રાજકોટ ઉમર 6 વર્ષ તેના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક મહીનાથી આર્યનને શરદી મટતી ના હતી તેના જમણી બાજુના નાકમાંથી પીળુ ઘટ્ટ પ્રવાહી નીકળતું હતું તથા તે દુર્ગંધ મારતું અને તે બાજુનું નાક બંધ થઈ જતું અને દુખાવો પણ થતો અને વારંવાર દવાઓ લેવા છતાં ફરક ના જણાતા ડો. હિમાંશુ ઠક્કર સાહેબનો સંપર્ક કરતા અને ડ્ઢ-ફિુ કરાવતા માલુમ પડ્યું કે તેના નાકમાં તો જમણી બાજુ કંઈક મેટલની વસ્તું ફસાયેલ છે. વિગતવાર પૂછતા દર્દીના પિતા હિતેશભાઈએ જણાવ્યું કે આજથી આશરે પાંચેક મહિના પહેલા તેણે રમતા રમતા નાક માં બેટરી સેલ નાખી દીધો હતો તેવી શંકા છે. ડો હિમાંશુ ઠક્કરે કોઈ પણ જાતનો વિલંબ કર્યા વિના દૂરબીન વડે તાત્કાલિક ઓપરેશન કરી પાંચ મહિનાથી બાળક ના નાકમાં ફસાયેલ બેટરી સેલ દૂરબીન વડે ગણતરી ની મિનિટોમાં જ કાઢી આપ્યો અને બાળક નો જીવ બચાવ્યો હતો.ડો ઠક્કર ના જણાવ્યા મુજબ આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળક ની ઉમર માત્ર 6 વર્ષ .બેટરી સેલ જેવી ખુબજ જોખમી વસ્તુ કે જે ગણતરી ના કલાકો માંજ જેમાંથી નીકળતા ઝેરી કેમિકલ તે નાક ના પડદા ને તથા અંદર ની ચામડી ને નુકશાન કરે છે.અને બાળક ના જીવનું જોખમ ઉભું કરે છે.તે પાંચ મહિના જેટલા લાંબા સમય થી નાક માં ફસાયે રહ્યું હતું તેથી સેલ ને કાઢવા માં પણ તકલીફ પડે કેમકે તે નાક ની અંદર આસપાસ ની ચામડી સાથે ચોંટી ગયેલ હતો. તે આપણે ને પરિસ્થિતિની ગંભીરતા નો ખ્યાલ આપે છે.આવા સંજોગોમાં ડોક્ટર હિમાંશુ ઠક્કરે સમયસૂચકતા થી અને કુનેહ પૂર્વક દૂરબીન વડે ગણતરી ની મિનિટો માંજ બાળક ના નાક માં પાંચ મહિના થી ફસાયેલ બેટરી સેલ કાઢી આપી બાળક નો જીવ બચાવ્યો હતો.
આ તબક્કે ડો ઠક્કરે માહિતી આપતા જણાવ્યું કે નાના બાળકો જયારે રમતા હોય ત્યારે તેનું ખાસ ધ્યાન રાખવું કે તે શેના થી રમે છે ? શું મોઢામાં કે નાક માં કે કાન માં નાખે છે. કેમકે કયારેક સામાન્ય બાબત પણ ગંભીર પરિસ્થિતિ માં પરિવર્તીત થઈ જાય છે. દર્દી ના પિતા હિતેશ ભાઈ એ ડો હિમાંશુ ઠક્કર સાહેબ નો હ્રદય પૂર્વક આભાર માન્યો હતો.હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ 202 લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. 0281 2483434. મો નંબર 7990153793.