પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે તા.૮/૧૦/૨૦૨૦ ના રોજ ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ વી.પટેલ કાંસા ના અધ્યક્ષ સ્થાને જીવીબા પાટીદાર વાડી ચવેલી ખાતે ચાણસ્મા તાલુકા ચોરાસી કડવા પાટીદાર સમાજનું અધિવેશન યોજાયું .જેમાં બેટી બચાવો, બેટી પઢાવો,કન્યા કેળવણી, વ્યસનમુક્તિ જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કડવા પાટીદાર સમાજના પુર્વ પ્રમુખશ્રી એ.જે. પટેલ, ડી.અેમ.પટેલ, તેમજ ભોજનના દાતાશ્રી ઉપેન્દ્રભાઈ કાન્તિલાલ ચવેલી,કડવા પાટીદાર સમાજના તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ રામગઢ , મંત્રીશ્રી દિનેશભાઈ બી. પટેલ પંચાસર , સુરેશભાઈ પી. પટેલ સેવાળા, તેમજ સમાજની વિવિધ પાંખોના પ્રમુખશ્રીઓ , મંત્રીશ્રીઅો, કારોબારી સભ્યો, યુવાનો, મહિલાઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ દીકરીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જેઠી નિલેશ પાટણ