ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
રાજસ્થાનથી ઝાંઝરડા ખાતેના ટ્રાન્સપોર્ટમાં ફ્લાવર પોટનાં નામથી આવેલ પાર્સલમાંથી દારૂની 6 બોટલ નીકળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના ઝાંઝરડા ગામમાં આવેલ મુરલીધર ટ્રાન્સપોર્ટમાં ગઈ તારીખ 8 એપ્રિલના રોજ પુઠાનાં બોક્સમાં ફ્લાવરપોટના નામથી પાર્સલ આવ્યું હતું. પાર્સલમાં ટ્રાન્સપોર્ટના કર્મચારીને શંકા જતા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ટ્રાન્સપોર્ટ પર પહોંચી મેનેજર મયુર ખટારીયાની રૂબરૂ પાર્સલ ખોલતા શેમાંથી રૂપિયા 6,000ની કિંમતના ઇંગ્લિશ દારૂની 6 બોટલ મળી આવતા કબજે લીધી હતી. તપાસમાં પાર્સલ મોકલનાર ઘનશ્યામ એલ. ગિફ્ટ ગેલેરી, પુનિયા કોલોની, રેલવે ક્રોસિંગની બાજુમાં, ચુરુ રાજસ્થાનનું અને લેનાર તરીકે ચુડાસમા જયંતીલાલનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.