ચીનના સ્થાનીક મીડિયાની તરફથી ગાંસૂ પ્રાંતમાં આવેલા આ ભૂકંપના વીડિયો અને તેના લીધે થયેલા નુકસાનના ફોટો શેર કર્યા હતા.
ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં 116 લોકો મોત થયા છે.
- Advertisement -
બચાવ ટુકડીઓ કામે લાગી
આ પહેલા પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતો. ગાંસુના પ્રાંતીય ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ખૂબજ હતી કે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જ્યારે 230થી વધુ ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન કાઉન્ટી, ડિયાઓઝી અને કિંઘાઈ પ્રાંતમાં થયું છે. અહીં અનેક ઈમારતો ધરાશાયી થવાને કારણે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે, બચાવ ટુકડીઓ તેમને બચાવવા કામે લાગી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.
#UPDATE: Video captured the moment when a 6.2-magnitude earthquake shook Linxia Hui Autonomous Prefecture in NW China's Gansu on Monday night. The quake can be felt in major cities like Xi’an and Chengdu. pic.twitter.com/CrDeQBbnyO
— People's Daily, China (@PDChina) December 18, 2023
- Advertisement -
ઠંડીના કારણે રાહત કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે
સિન્હુઆએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 35.7 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 102.79 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઇમરજન્સી સેવાઓએ લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે અને પીડિતોની મદદ માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, ચીનના નેશનલ કમિશન ફોર ડિઝાસ્ટર પ્રિવેન્શન, મિટિગેશન એન્ડ રિલીફ અને ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે લેવલ-IV ડિઝાસ્ટર રિલીફ ઈમરજન્સીને સક્રિય કરી છે. જો કે, ઉંચાઈનો વિસ્તાર હોવાને કારણે અહીં સખત ઠંડી પણ પડી રહી છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
પાકિસ્તાનમાં પણ ભૂકંપ
પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તમને જણાવી દઈએ કે સોમવારે પાકિસ્તાનમાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી. નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર અનુસાર, ભૂકંપ 133 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભારતમાં જમ્મુ અને કાશ્મીર હતું. રાજધાની ઈસ્લામાબાદની સાથે અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.