નાણાંવર્ષના પ્રથમ છ માસમાં રૂની નિકાસમાં પણ 73 ટકા કાપ: વૈશ્વિક માર્કેટ કરતા ભારતના ઉંચા ભાવ કારણરૂપ
ખાસ-ખબર સંવાદદાતા
કપાસ-રૂની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતા ભારતની રૂ તથા કોટન યાર્નની નિકાસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોટન ટેકસટાઈલ્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની કોટન યાર્નની નિકાસમાં 59 ટકા તથા રૂની નિકાસમાં 73 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે 2021-22ની ગત સીઝનમાં ભાવમાં 140 ટકાનો ધરખમ વધારો થતા તથા ભારતીય ભાવ વૈશ્વિક કિંમત કરતા 20થી25 ટકા ઉંચા હોવાને કારણે નિકાસમાં ફટકો પડયો છે.
- Advertisement -
રીપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગત નાણાં વર્ષમાં 69.5 કરોડ કિલો કોટન યાર્નની નિકાસ હતી તે આ વખતે 28.5 કરોડ કિલો થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર 3 કરોડ કિલોની નિકાસ હતી તે આગલા વર્ષની સરખામણીએ 76 ટકા ઓછી હતી. કાચા કપાસ-રૂની નિકાસ 58.6 કરોડ કિલોથી ઘટીને 15.9 કરોડ કિલો થઈ છે.