રવિવારે વહેલી સવારે તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી, ભૂકંપની અસર ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ અનુભવાઈ
- Advertisement -
માહિતી આપતાં NCS એ જણાવ્યું કે તેઓ આ વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યે તિબેટમાં એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. આનાથી તિબેટ હચમચી ગયું છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, મધ્યરાત્રિએ સૂતા તિબેટી લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા. હાલમાં ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
યુપી-બિહાર સુધી અસર જોવા મળી
ઉત્તર ભારતના ઘણા ભાગોમા ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના સરહદી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા જ્યાં કેટલાકે હળવા ભૂકંપ વિશે વાત કરી જ્યારે કેટલાકે તેને ડરામણી ગણાવી.
- Advertisement -
NCS એ જણાવ્યું કે, આ ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું અને તેની તીવ્રતા મધ્યમથી ઊંચી હતી. નિષ્ણાતો કહે છે કે, હિમાલયનો પ્રદેશ ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે અને આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. NCSએ એમ પણ કહ્યું કે, તેઓ આ વિસ્તારમાં ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર નજર રાખી રહ્યા છે. જેથી કોઈપણ જોખમનું સમયસર મૂલ્યાંકન કરી શકાય.