હોળી પછી ગરમીનું જોર ઓછું થશે
હીટવેવની અસરના ભાગરૂપે આજે અને આવતી કાલે બે દિવસ સુધી હજુ ગરમીનું જોર રહેશે પરંતુ હોળી પછી મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઉતરશે અને ગરમીમાં સામાન્ય રાહત મળશે.
ગઈકાલે રાજકોટ સહિત રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી અને તેનાથી વધુ નોંધાયો છે. રાજકોટ અને અમરેલીમાં 41 ડિગ્રી, અમદાવાદમાં 41.5 ગાંધીનગરમાં 41, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં રહ્યું છે. જોકે અન્ય શહેરો એ પણ કાળઝાળ ગરમીનો સામનો કર્યો છે. કેશોદમાં 40.9 ભુજમાં 40.6 કંડલામાં 40 અને ડીસામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતની માફક કોંકણ, રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઓડિશાના લોકો પણ હીટવેવ કન્ડિશનનો સામનો કરી રહ્યા છે.