By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    18 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    18 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    18 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    19 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ત્રણ બિલ્ડરના 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ત્રણ બિલ્ડરના 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા
રાજકોટ

ત્રણ બિલ્ડરના 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા

Khaskhabar Editor
Last updated: 2024/12/05 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ગાંધીનગર અને મોરબીમાં રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપનાં 36 સ્થળે હાથ ધરવામાં આવેલાં સર્ચ- ઓપરેશનમાં અત્યાર સુધીમાં 400 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે અને 400 કરોડના બિનહિસાબી વ્યવહારોને ધ્યાનમાં લેતાં લગભગ 100 કરોડથી વધુની કરચોરી કરાઈ હોવાની શક્યતા છે તેમજ સંભવિત કરચોરીની રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગુ કરવામાં આવ્યા પછી કરચોરીનો આંક 200 કરોડ જેટલો થવાની શક્યતા છે.

- Advertisement -

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપના છેલ્લાં 6 વર્ષના તમામ વ્યવહારોનું એસેસમેન્ટ કરવામાં આવશે અને આ સમયગાળાના શંકાસ્પદ વ્યવહારોની આકારણી કરીને કરચોરી કરવામાં આવી છે કે નહીં એ નક્કી કરવામાં આવશે. આ સર્ચ- ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગે 5 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે અને 45 બેંક- લોકર સીલ કર્યાં હતાં અને એ પૈકી 42 બેંક-લોકર ઓપરેટ કરાયાં છે. હજુ ત્રણ બેંક-લોકર ઓપરેટ કરવાનાં બાકી છે. એ ખોલવામાં આવતાં રોકડ, જવેલરી તથા શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળી આવે એવી શક્યતા છે. ઈં.ઝ. વિભાગ દ્વારા દરદાગીનાનું મૂલ્ય કઢાવ્યું ન હોવાથી ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. કરચોરીનો આંકડો મોટો થવાની શક્યતા સેવાઇ રહી છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં 25, મહેસાણામાં 5 તેમજ હિંમતનગર, ગાંધીનગર અને મોરબીમાં 6 સ્થળે મળીને કુલે 36 સ્થળે સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા જમીનોના મોટી રકમના સોદા અને રેસિડેન્શિયલ તથા કોમર્શિયલ બિલ્ડિંગ સહિત ક્ધસ્ટ્રક્શન વ્યવસાય અને એની સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કરોડોના શંકાસ્પદ બિનહિસાબી વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે. ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા બોગસ કંપનીઓ મારફત લોન લેવામાં આવી હોવાનું અને બોગસ કંપનીઓ મારફત એકોમોડેશન વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ઈં.ઝ. વિભાગ દ્વારા ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપમાં ચાલી તપાસ દરમિયાન અત્યારસુધીમાં 5 કરોડની રોકડ રકમ મળી છે અને મોટેપાયે જવેલરી પણ મળી આવી છે અને હાલ જવેલરીનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા આ ત્રણેય ગ્રુપમાં હાથ ધરાઈ રહેલી પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ઓન મની વ્યવહારો મળ્યા છે અને કરોડો રૂપિયાની બોગસ લોનની એન્ટ્રી, એકોમોડેશન એન્ટ્રીઓ મળી આવી છે તેમજ બોગસ એકાઉન્ટ પણ જોવા મળ્યાં છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આ સર્ચ- ઓપરેશન પૂરું થયા પછી કરોડોની કરચોરી પકડાવાની શક્યતા છે. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્ચ-ઓપરેશનને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.

આ દરોડાની કામગીરી દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા, જેની ચકાસણી બાદ કરોડો રૂપિયાની કિંમતના બિનહિસાબી આર્થિક વ્યવહારો મળી આવે એવી સંભાવના રહેલી છે. પ્રાથમિક તપાસમાં આ બિલ્ડરોના ઓન મની વ્યવહારો, બોગસ એન્ટ્રીઓ તેમ જ જમીનો તેમ જ ફ્લેટ વગેરેમાં રોકાણ કરવામાં આવ્યું હોવાનું પણ જણાયું છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા કરાયેલા એગ્રીમેન્ટ- કરારોમાં દર્શાવેલી મિલકતની કિંમત અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત પણ જોવા મળ્યો છે અને આ પ્રકારે મિલકતની બજાર કિંમત કરતાં ઓછી કિંમત દર્શાવતા દસ્તાવેજો કરીને, એટલે કે અન્ડરવેલ્યુએશન કરીને જંગી કરચોરી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

- Advertisement -

I.T. વિભાગને સર્ચ દરમિયાન મળી આવેલા કરોડોના બેનામી, બિનહિસાબી વ્યવહારોમાં ઓન મની બોગસ એન્ટ્રીઓ, બોગસ લોનની એન્ટ્રી, બોગસ એકાઉન્ટની એન્ટ્રીઓ ધરાવતી કાચી નોંધ, ડાયરીઓ, ડિજિટલ ડેટા વગેરે મળ્યાં છે અને એની ચકાસણી ચાલી રહી છે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જયંતિ સરધારા સામે તાલુકા પોલીસમાં પીઆઇ પાદરિયાની વળતી ફરિયાદ
Next Article રાજકોટમાં સરકાર જમીનના દબાણ પર કલેકટરનું બુલડોઝર ફર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?