ધોરાજી, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલમાં સૌથી વધુ કેસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન 40 કોરોના પોઝિટિવ નોંધાયા છે તેમાં માત્ર પાંચ કિસ્સામાં ટ્રાવેલ હીસ્ટરી જોવા મળી રહી છે અને બાકીના કિસ્સાઓ માં કોઈ પ્રકારની ટ્રાવેલ હીસ્ટરી ન હોવા છતાં કોરોના પોઝિટિવ થયા છે.
જે 40 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા છે તેમાં 8 બાળકો અને કિશોર વયના છે અને તે સૌથી વધુ ચિંતાજનક બની રહ્યું છે. ધોરાજી શહેર અને તાલુકો જાણે કોરોનાનું એપીસેન્ટર બની ગયું હોય તેમ 40 માંથી 24 કેસ માત્ર ધોરાજીના જ છે.
- Advertisement -
જેતપુર શહેર અને તાલુકામાં 5 જામકંડોરણા તાલુકામાં બે ઉપલેટા તાલુકામાં બે ગોંડલ તાલુકામાં ત્રણ કેસ નોંધાયા છે. રાજકોટ તાલુકાના કણકોટ ગામે 13 વર્ષની વયનો એક કિશોર અને અન્ય બે વ્યક્તિઓ કોરોના પોઝિટિવ થયા છે. આ ત્રણેય મુંબઈની ટ્રાવેલ હીસ્ટરી ધરાવે છે. જ્યારે ગોંડલમાં જેતપુર તાલુકાના ઉમરાળી ગામે અઢાર વર્ષની વયની કિશોરી ગોંડલ ગઈ હતી અને રાજકોટ તાલુકાના ગૌરીદડ ગામનો યુવાન જામનગર ગયો હતો અને તેને કોરોના પોઝિટિવ થયો છે.



