જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા 43 નાગરિકો સામે દંડની કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.17/10/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 43 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 6.45 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. ત્રણેય ઝોનમાંથી કુલ 108 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી અને શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 26.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.