માનવ સભ્યતાને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરતું કોઈપણ શાસ્ત્ર અણીશુદ્ધ તે જ વિષયને વળગી રહેતું નથી પરંતુ માનવજીવન સંબંધિત વિવિધ વિષયોને તે ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. તેથી જ માનવજીવન અને જે- તે શાસ્ત્રો વચ્ચેના આંતરસબંધ જેવો જ આ વિવિધ વિષયોનો આંતરસબંધ પણ હોય છે. ઇકોનોમિક હિસ્ટ્રી, આર્થિક ઇતિહાસ એ ઇતિહાસ લેખનની એવી શાખા છે કે જે આર્થિક પ્રણાલીઓના ઇતિહાસ અને તેના વિકાસના પરીપેક્ષ્યમાં ઇતિહાસનો અભ્યાસ કરે છે. એટલે કે ઇતિહાસને અર્થશાસ્ત્રીની નજરે જોવામાં આવે છે. કોઈ અર્થશાસ્ત્રી એ અભ્યાસ કરે કે દુનિયાની અર્થવ્યવસ્થા ક્યા સમયે, કઈ રીતે બદલાઇ, તો એ જે લખશે એ ઇતિહાસ પણ હશે અને અર્થશાસ્ત્ર પણ! ઇતિહાસને કેન્દ્રમાં રાખીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરનારને ઇકોનોમિક હિસ્ટોરીયન કહેવાય છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એ જ કે, રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને 2023 માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર (જદયશિલયત છશસતબફક્ષસ ઙશિુય) એનાયત કર્યો છે. 1946માં ન્યૂયોર્ક, યુએસએમાં જન્મેલા, 77 વર્ષીય ક્લાઉડિયાગોલ્ડિન ઇકોનોમિક હિસ્ટોરીયન છે. વિશ્ર્વના દસ ટોચના મહિલા અર્થશાસ્ત્રીમાં તેમની ગણના થાય છે. કોલેજમાં તેમણે માઈક્રોબાયોલોજી લીધું હતું પણ તેમને ઇકોનોમિકસ રસ પડવા લાગતાં 1972માં શિકાગો યુનિવર્સિટીમાંથી ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર ઇકોનોમિક્સમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1970ના દાયકામાં અમેરિકામાં જ્યારે મહિલાઓના અધિકારો માટેની ચળવળ શરૂૂ થઈ ત્યારે ક્લાઉડિયાને તેની દિશા મળી ગઈ. તેણે અમેરિકાના અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારીનો અભ્યાસ કર્યો. આ એ સમય હતો કે જ્યારે દેશ નોંધપાત્ર સામાજિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો હતો અને મહિલાઓની ભૂમિકા વિશે લોકોની વિચારસરણી બદલાઈ રહી હતી.
સમાન લાયકાત સમાન શિક્ષણ અને સમાન કામ પણ વેતનમાં પુરુષ વેંત એક ઊંચો!
- Advertisement -
કલાઈડિયા ગિલ્ડને અમેરિકન અર્થતંત્રમાં મહિલાઓના યોગદાન પર ઊંડું સંશોધન કર્યું છે. અને અમેરિકન અર્થતંત્રમાં મહિલાઓ પરના તેમના સીમાચિહ્નરૂૂપ કાર્ય માટે જાણીતાં છે. તેમણે મહિલાઓની આવક અને શ્રમ બજારમાં તેમની ભાગીદારી પર સંશોધન કર્યું છે. તેણીનું સંશોધન શ્રમબજારમાં મહિલા પ્રતિનિધિત્વમાં સમય સાથે આવેલા પરિવર્તનો અને કામમાં લિંગભેદની અસરકારકતાના સોર્સ સમજાવે છે અને જેન્ડર ઇકોનોમિક્સને મેઇન સ્ટ્રીમમાં લાવવાનો શ્રેય તેમને જાય છે. ક્લાઉડિયા ગોલ્ડિને તેમના સંશોધનમાં ઘણા વિષયોને આવરી લીધા છે, જેમાં સ્ત્રી વર્કફોર્સ, કામમાં જેન્ડર ગેપ આવકની અસમાનતા, તકનીકી પરિવર્તન, શિક્ષણ અને ઇમિગ્રેશનનો સમાવેશ થાય છે. ક્લાઉડિયાના મોટાભાગના સંશોધન ભૂતકાળની બારીમાંથી વર્તમાનનું અર્થઘટન કરે છે અને વર્તમાન સમસ્યાઓ અથવા સમસ્યાઓના મૂળને શોધી કાઢે છે. ક્લાઉડિયાનું સૌથી તાજેતરનું પુસ્તક ’કેરિયર એન્ડ ફેમિલી: વિમેન્સ સેન્ચ્યુરી-લોંગ જર્ની ટુવર્ડ્સ ઇક્વિટી’ છે. તેમણે અન્ય ઘણા પુસ્તકો લખ્યા અને સંપાદિત કર્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે એક જ કામ માટે મહિલાઓને ઓછું વેતન મળે છે અને તે જ કામ માટે પુરુષોને મહિલા કરતા કેમ વધુ વેતન આપવામાં આવે છે? નોબેલ પુરસ્કાર 2023 વિજેતા ક્લાઉડિયા ગોલ્ડિને આનો જવાબ આપ્યો છે કે આવક અને રોજગારમાં જેન્ડર ગેપ સમય સાથે કેવી રીતે અને શા માટે બદલાયો છે. જેન્ડર ગેપ એટલે કે એક જ કાર્યમાં સ્ત્રી અને પુરૂૂષની સિદ્ધિઓને અલગ-અલગ રીતે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો પુરુષ મજૂરને રોજના 100 રૂૂપિયા વેતન મળે છે ત્યારે એ જ કામ માટે મહિલા મજૂરને 80 રૂૂપિયા મળે છે, તો તેને જેન્ડર ગેપની સ્થિતિ કહેવામાં આવશે.આ અભ્યાસમાં તેમણે મહિલાઓની સહભાગિતાની જટિલતાઓને ઉજાગર કરવા માટે બે સદીઓથી વધુ સમયના ઐતિહાસિક પુરાવાઓને શોધીને તેનો અભ્યાસ કર્યો છે. તેમનું સંશોધન પરંપરાગત વિચારોને પડકારે છે. વિકસિત દેશોમાં પાછલા સો વર્ષમાં કામ કરતી મહિલાઓની સંખ્યામાં ત્રણગણો વધારો થયો છે આનું કારણ એ નથી કે આપણે મહિલાઓને તકો વધારે આપી દીધી છે. આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે સમાજે વૈચારિક પ્રગતિ કરી, આધુનિકતા અપનાવી એટલે આજે મહિલાઓ પહેલા કરતાં વધુ પ્રમાણમાં કામ કરતી થઈ છે. પણ, મહિલાઓની સ્થિતિમાં આવેલો આ બદલાવ સામાજિક સુધારને આભારી નથી પરંતુ તેના પાછળ અર્થવ્યવસ્થાની બદલાતી તરાહ કારણભૂત છે એમ કલાઉડીયાનું સંશોધન કહે છે. આર્થિક વિકાસની સાથોસાથ મહિલાઓની ભાગીદારી લગાતાર વધી છે એ માન્યતાનું ખંડન કરતાં તેઓ કહે છે કે આર્થિક વિકાસ સાથે તે લીનીયર પોસીઝનમાં આગળ નથી વધી પણ તેનાથી વિપરીત તેમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે.
વૈશ્ર્વિક સ્તરે મહિલાઓની ભાગીદારીને અસર કરતા પરિબળો
1790ના સાક્ષ્યથી શરૂૂ થયેલા એનો સંશોધનનો ગ્રાફ, ’ઞ’ શેપનો બને છે. જે શરૂૂમાં મહિલાઓનું બહુ ઊંચું શ્રમપ્રદાન દેખાડે છે. શરૂૂઆતની (1790)ખેતી આધારિત અર્થવ્યવસ્થામાં મહિલા શ્રમનું આધિપત્ય નોંધપાત્ર હતું. આપણે સૌએ પણ જોયું હશે કે ખેતી આધારિત આજના ગ્રામ્યજીવનમાં પણ, સ્ત્રીઓ મોટા પ્રમાણમાં કામ કરતી જોવા મળે છે. કૃષિપ્રધાનતામાંથી ધીમે ધીમે ઔદ્યોગિકરણની સાથે સાથે મહિલાઓની ભાગીદારીમાં ઘટાડો થતો ગયો. કારણકે ખેતીમાં કામ કરવાની સરખામણીમાં ઉદ્યોગો કારખાનામાં કામ કરવાની સાથે સાથે પારિવારિક જીવનમાં સંતુલન રાખવું મહિલાઓ માટે વધુ પડકારભર્યું બન્યું. અને 1910 આવતાં આવતાં શ્રમ બજારમાં મહિલાઓની ભાગીદારી સાવ તળિયે આવી ગઈ. પછી, 1915 બાદ, અને હવે એક સદીથી સેવા ક્ષેત્રના વિકાસ સાથે લેબર માર્કેટમાં મહિલાઓની ભાગીદારીની ટકાવારી વધી છે. આ બદલાવ બધે થઈ રહ્યો છે તેમ છતાં સમાજનાં સુધારવાદી પરિવર્તન સાથે તેને લેવાદેવા નથી એ તો બદલાતી અર્થવ્યવસ્થાનું પરિણામ છે એવું તેમણે આધારભૂત રીતે કહ્યું છે. યુવા મહિલાઓએ શિક્ષણમાં વધુ રોકાણ કરવાનું શરૂૂ કર્યું, પરંપરાગત અપેક્ષાઓને પડકારી અને સ્ત્રી શ્રમમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો માર્ગ મોકળો કર્યો. ણુ મહિલાઓનું કામ કરવું અથવા ન કરવું ઘણી બધી ચીજ પર નિર્ભર કરે છે. એમાનાં બે મોટા કારણ લગ્ન અને બાળકનો જન્મ છે.
આંકડાંની જાળમાં વીંટયા શોષણ!
- Advertisement -
છેલ્લા બસ્સો વરસના સાક્ષ્ય એકઠા કરીને, સ્ત્રીનું શોષણ કરવાની માનવ ઇતિહાસની નિતીને ક્લાઉડિયાએ પડકારી છે!
કલાઉડીયાનું સંશોધન અમેરિકા તેમજ બીજા વિકસિત દેશો પર આધારિત છે. નોર્વે, યુકે, સ્વીડન, અમેરિકા વગેરે, જેવા દેશોમાં મહિલાઓ પુરુષ જેટલી જ ઉચ્ચશિક્ષિત હોય છે
પુરુષ અને મહિલાઓનું શિક્ષણ વિકસિત દેશોમાં સમાન હોવા છતાં પુરુષની કેરિયરનો ગ્રાફ સતત વધતો જોવા મળે છે જ્યારે તેના જેટલું જ ભણેલી મહિલાઓનો એવરેજ ગ્રાફ ડિસ્ટર્બ થઈ જાય છે. એક બાળકના જન્મ પછી કાં તો એ કામ નથી કરતી અને કાં તો એને પહેલાના સ્તરથી નીચેના સ્તરથી અને પહેલાં કરતાં ઓછા વેતન સાથે શરૂૂઆત કરવી પડે છે. કલાઉડીયા કહે છે કે, સમાન શિક્ષણ, સમાન સ્કિલ, સમાન લાયકાત હોવા છતાં સ્ત્રીઓએ આ ભેદભાવ સહન કરવો પડે છે.(કલાઉડીયાનું સંશોધન અમેરિકા તેમજ બીજા વિકસિત દેશો પર આધારિત છે. નોર્વે, યુકે, સ્વીડન, અમેરિકા વગેરે, જેવા દેશોમાં મહિલાઓ પુરુષ જેટલી જ ઉચ્ચશિક્ષિત હોય છે, એ સંદર્ભે તેમનું આ ભેદભાવનું સંશોધન છે). લેબર માર્કેટમાં મહિલાની ભાગીદારી વધારવામાં કલાઉડીયા ગર્ભનિરોધક પીલ્સને ક્રાંતિકારી પરિબળ માને છે. ગર્ભનિરોધક પીલ્સની શોધ થઈ એ પહેલાં લગ્ન બાદ તરત જ બાળકની જવાબદારી આવી જવાથી સ્ત્રીનું આર્થિક પ્રવૃત્તિ પર અસર થતી. અને વધુ બાળકો સાથે તે કાયમ માટે બંધ થઈ જાય એવું પણ બનતું. ગર્ભનિરોધક ગોળીઓ આવી ત્યારથી મહિલાઓને આર્થિક લાભ પણ થયો, શ્રમબળમાં ભાગીદારી વધી, સ્વાસ્થ્ય લાભ. અલબત, આ પરિબળ પુરૂૂષો અને સ્ત્રીઓ વચ્ચેની આવકનો તફાવત સંપૂર્ણપણે દૂર કરી શક્યું નથી. તેમ છતાં, તેણે નોંધપાત્ર રીતે અસમાનતામાં ઘટાડો કર્યો છે, જેનાથી મહિલાઓને તેમના વ્યાવસાયિક જીવન પર વધુ નિયંત્રણ કરી શકે છે. તેમણે ધ્યાન દોર્યું કે ઐતિહાસિક આંકડાઓમાં આજસુધી સ્ત્રી લેબરફોર્સની સહભાગિતાને ખોટી રીતે રજૂ કરી હતી, જેમાં મહિલાઓના યોગદાનને ઘણીવાર ઓછું આંકવામાં કે અવગણવામાં આવ્યું હતું. પ્રોફેસર ગોલ્ડિનનું સંશોધન લેબરફોર્સમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી બહુપક્ષીય ભૂમિકાઓને સ્વીકારવાની વાત પર ભાર મૂકીને ઐતિહાસિક ભૂલોને સુધારવાની જરૂૂરિયાત પર ભાર મૂકે છે. કલાઉડીયા કહે છે કે જો આપણે મહિલાઓની આર્થિક ભાગીદારી વધારવી હશે તો આપણે મહીલાઓમાં, કામ ને લઈને પૈસાને લઇ ને પુરુષ જેવી લાલચ પેદા કરવી પડશે. સમાજે જેવી પુરુષોનું કન્ડિશનિંગ કર્યુ છે એવું જ કન્ડિશનિંગ સ્ત્રીઓનું કરવું પડશે. અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જેમાં કોઈ પક્ષ નથી હોતો પણ કલાઉડીયાએ તેમાં પુરુષ અને મહિલાઓના પરિપેક્ષ્યમાં અભ્યાસ કરીને એક નવી ઇનસાઇટ આપી છે. તેમનું કાર્ય માત્ર ભૂતકાળના પડકારો પર પ્રકાશ પાડતું નથી, પરંતુ વધુ ન્યાયી ભવિષ્યને આકાર આપવા માટે અમૂલ્ય આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે. જેના પર દેશ કામ કરી સ્ત્રીઓની વેતન અને તકની પરિસ્થિતિ પર પૂન: વિચારણા કરી શકે. તેમનું માનવું છે કે યુ.એસ. અને અન્ય વિકસિત દેશોમાં કાર્યસ્થળે સ્ત્રી અને પુરૂૂષો વચ્ચે સમાનતા સુનિશ્ર્ચિત કરવા માટે પગાર તફાવત ઘટાડવો એ છેલ્લો પડકાર છે. આનંદની વાત એ છે કે, ઇકોનોમિક્સ તેમજ શાંતિ પુરસ્કાર, આ વર્ષના આ બે નોબલ પુરસ્કાર મહિલા કેન્દ્રિત પ્રવૃત્તિના, મહિલા હિમાયતીને મળ્યા. પણ દુ:ખની વાત એ છે કે એકવીસમી સદીમાંય આપણે હજુ મહિલાઓનું શોષણ જોવુ પડે છે. ઇરાનની તો વાત જવા દો પણ, ભારતીય હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જ્યાં સુધરેલા ,ક્રિએટિવ લોકો, એલીટ કલાસ એક્ટર -એક્ટ્રેસ વચ્ચેય આવકભેદ હોય છે. 1 થી 5 માં ગણાતાં એક્ટરની સરખામણીએ એકથી પાંચમા ગણાતી એક્ટ્રેસને બહુ ઓછું વળતર મળે છે! બીજું, ઉપર કહ્યું તેમ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ મહિલાઓ અને પુરુષ વચ્ચે કામની તક અને કામના વેતનમાં તફાવત સહેવો પડતો હોય તો વિશ્ર્વભરમાંથી મહિલાના શોષણનું દુષણ ક્યારે નાબૂદ થશે? થશે કે નહીં?