બાળકોના શિક્ષણ પર કોરોના લોકડાઉનની સૌથી વિપરિત અસર થઇ
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાઇરસ લોકડાઉનને કારણે વિશ્વના 16.8 કરોડ એક વર્ષ સુધી બાળકો શાળાના સંપર્કમાં રહ્યા નથી તેમ યુનિસેફના એક અહેવાલમાં જણાવવામા આવ્યું છે. હાંસિયામાં ધકેલાયેલા લોકોના બાળકોના શિક્ષણ પર કોરોના લોકડાઉનની સૌથી વિપરિત અસર જોવા મળી છે.
યુનેસ્કોના અહેવાલ મુજબ કોરોના મહામારી અગાઉ વિશ્વના 46 કરોડ બાળકોને વાંચવામાં મુશ્કેલી પડતી હતી. કોરોના મહામારીમાં આવા બાળકોની સંખ્યા વધીને 58.4 કરોડ થઇ ગઇ છે. એટલે કે કોરોનામહામારીને કારણે વાંચી નહીં શકતા બાળકોની સંખ્યામાં 12 કરોડ બાળકોનો વધારો થયો છે.
- Advertisement -
એક જ વર્ષમાં આવા બાળકોની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે. જેના કારણે છેલ્લા બે દાયકાથી શિક્ષણનું પ્રમાણ વધારવા માટે ચાલી રહેલા પ્રયત્નો પણ પાણી ફરી વળ્યું છે.
યુનિસેફ અને યુનસ્કોના જણાવ્યા અનુસાર લેટિન અમેરિકા, કેરેબિયન, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના દેશોના બાળકોના શિક્ષણ પર સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી છે. યુનેસ્કો જણાવ્યા અનુસાર કોરોનાને કારણે બંધ રાખવામાં આવેલ ઓફલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવામાં આવશે તો 2024માં આ સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળશે.