ખાસ-ખબર સંવાદદાતા
ભારત દેશની અંદર સૌથી અનોખા ગીર સોમનાથ જિલ્લાના વનવોટર બૂથ પર સંત હરિદાસ બાપુ એ મતદાન કર્યું છે. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું મતદાન કેન્દ્વ છે જે માત્ર એક જ વ્યક્તિના વોટ માટે જંગલની મધ્યમાં તૈયાર કરવામાં આવે છે. 15 વ્યક્તિ જેટલો ઇલેક્શનનો સ્ટાફ વિધિવત રીતે એક બુથ ઊભું કરે છે જેમાં ગીર જંગલની મધ્યમાં આવેલ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ અચૂક મતદાન કરે છે. ચૂંટણી પંચ દ્વારા કયા બૂથ પર કયા પક્ષને કેટલા વોટ મળ્યા તે જાહેર કરવામાં આવતું હોય છે જેના કારણે હરિદાસ બાપુનો મત એ ગુપ્ત રહેતો નથી એ પણ રસપ્રદ છે. બાણેજ જંગલમાં કોલિંગ કરવા આવતા સ્ટાફ માટે રહેવા જમવાની સુવિધા હરિદાસ બાપુ સ્વયમ પૂરી પાડે છે. રાજ્યના ચૂંટણી જોરો શોરો પર છે ત્યારે હરિદાસ બાપુએ પોતાનો મત આપી અને સો ટકા મતદાન કર્યું છે અને આ રીતે બાણેજ બુથ રાજ્યમાં સૌપ્રથમ સો ટકા મતદાન પૂર્ણ કરનાર બુથ બન્યું છે.