24 કલાકના બદલે 60 કલાકનો દિવસ હશે તેવી કલ્પના કરો તો રાત્રી પણ તેવીજ લાંબી હોઈ શકે પણ કદાચ આ બ્રહ્માંડના રચિયતાએ ફકત આર્કીટેક જ નહી પણ વૈજ્ઞાનિક ખગોળશાસ્ત્રના પણ નિષ્ણાંત હશે કે 24 કલાકનો દિવસ બનાવ્યો છે પણ તેમાં એક બ્રહ્માંડનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. સુર્યનું ગુરૂત્વાકર્ષણ પૃથ્વીને તેની ધરી પર સ્થિર રાખે છે.
જો ગુરૂત્વાકર્ષણ બળ ના હોય તો ચંદ્રમાંના પ્રભાવથી પૃથ્વીની ગતિ ધીમી પડી જાય અને આપણો દિવસ વધીને 24 કલાકના બદલે 60 કલાકનો થઈ ગયો હોત, કેનેડામાં થયેલા એક અભ્યાસમાં પણ તારણ કાઢવામાં આવ્યું છે. જર્નલ સાયન્સ એન્ડ એડવાન્ટેઝમાં જણાવ્યું છે કે સૂર્યના ગુરૂત્વાકર્ષણથી નિકળતા લહેરો વાયુમંડળમાં પ્રવેશીને પૃથ્વીની ગતિને નિયંત્રીત કરે છે
- Advertisement -
અને ચંદ્રના ગુરૂત્વાકર્ષણના કારણે સમુદ્રમાં ભરતી-ઓટની સ્થિતિ બને છે અને તેને નિયંત્રીત પણ રાખે છે જેથી સમુદ્ર તેની સિમાથી આગળ વધે નહી તેમ છતાં એક નવું તારણ પણ છે કે 4.5 અબજ વર્ષથી ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ 10 ગણો વધુ પ્રભાવ પાડી રહ્યું છે. જેના કારણે દરેક શતાબ્દીમાં દિવસ 1.7 મિલી સેકન્ડ લાંબો થઈ રહ્યો છે.