કોલ કરનારનું KYC આધારિત નામ સ્ક્રીન પર દેખાશે,આ સિસ્ટમથી સાઈબર અપરાધ, બદમાશી જેવી ઘટનાઓ ઘટશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આપના મોબાઈલ પર જેનો નંબર સેવ નથી, તેનું નામ પણ સ્ક્રીન પર દેખાઈ શકશે અને તે પણ અધિકૃત એટલે કે તેના કેવાયસી આધારિત નામ જોવા મળશે, હાલમાં ટ્રુ કોલરમાં જેમ કોઈ પોતાનું ગમે તે નામ લખે છે તેમ નહીં. આ સુવિધા ટુંક સમયમાં શરૂ થઈ જશે. ભારતીય દૂરસંચાર વિનિયામક ઓથોરીટી અર્થાત ટ્રાઈએ આ મામલે કામ શરૂ કરી દીધું છે.
કોઈ આ યોજનાનું અમલીકરણ કરવા માટે ટુંક સમયમાં પરામર્શ શરૂ કરશે. જેમાં કોલ કરનારનું કેવાયસી આધારીત નામ મોબાઈલની સ્ક્રીન પર દેખાશે. આ મામલે ટ્રાઈને દુરસંચાર વિભાગ (ડોટ)થી પણ ઈશારો મળ્યો છે. ટ્રાઈના ચેરમેન પી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે આ તંત્રને તૈયાર કરવા માટે વિચાર-વિમર્શ આગામી બે મહિનામાં થઈ શકે છે.
તેમણે જણાવ્યું હતું કે જયારે કોઈ કોલ કરશે તો તેનું કેવાયસી (આપના ગ્રાહકને જાણો) આધારીત નામ મોબાઈલ સ્ક્રીન પર આવશે. આ ફાયદો થશે: આ કેવાયસી આધારિત હશે મતલબ, આધાર, પાન સરકાર દ્વારા નકકી ધોરણોના આધારે હશે. કોઈપણ બોગસ નામ નહી લખી શકે. હાલ આપણે જે નામ ઈચ્છીએ તે સ્ક્રીન પર દેખાય છે.અજાણ્યા નંબરો પણ સાચા નામ અને શહેરની જાણકારી સાથે આવશે.



