પ્રેગ્નેન્સીના આઠ મહિના પૂરા થાય ત્યારે ચિડિયાપણું, વોમિટિંગ, થાક જેવી પરેશાની થવા લાગે છે. આ સમય દરમ્યાન વજન વધવાની સાથે મહિલાઓમાં આળસ પણ આવી જાય છે. મૂડ સ્વિંગથી બચવા માટે એક્સરસાઈઝ, યોગ, પ્રાણાયામ અને રેગ્યુલર વોક કરીને મહિલાઓ ફિટ અને ખુશ રહી શકે છે. જેથી ખાસ પ્રેગ્નેન્સી દરમિયાન કરવામાં આવતી એક્સરસાઈઝ વિશે અમે તમને જણાવી રહ્યાં છે. પણ ધ્યાન રાખવું આ એક્સરસાઈઝ કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ એકવાર અવશ્ય લઈ લેવી.
- પ્રેગ્નેન્સી દરમિયાન થતી સમસ્યાઓથી બચવા કરો આ કામ
- એક્સરસાઈઝ કરવાથી પ્રેગ્નેન્સીમાં ઘણાં ફાયદા થાય છે
- આ પેલ્વિક એરિયાને પ્રભાવિત કરે છે
બટરફ્લાઈ એક્સરસાઈઝ પ્રેગ્નેન્સીના ત્રીજા મહિનાથી શરૂ કરી શકાય છે.
- Advertisement -
આ પેલ્વિક એરિયાને પ્રભાવિત કરે છે. સાથે જ પગ અને જાંઘને પણ લચીલા બનાવે છે. જાંઘની સ્ટ્રેચિંગ પણ થાય છે. લોઅરબોડીની સ્ટ્રેચિંગ થવાથી આ ભાગનો ફેટ ઘટવા લાગે છે અને થાક પણ ઓછો લાગે છે.
આ રીતે કરો બટરફ્લાઈ એક્સરસાઈઝ
સૌથી પહેલાં જમીન પર બેસી જાઓ. બંને પગને ઘૂંટણથી વાળી પગના અંગૂઠાને એકબીજાથી મેળવો. પછી બંને હાથને પગ પર રાખો અને જાંઘને ફ્લોર પર ટચ કરો અને ઊઠાવો. બટરફ્લાઈની જેમ આ રીતે રીપીટ કરો. કમર એકદમ સીધી રાખો. આનાથી લોઅરબોડીના મસલ્સ ખુલે છે. નોર્મલ ડિલીવરી થવાના ચાન્સિસ વધે છે અને પેઈન પણ ઓછો થાય છે. આ એક્સરસાઈઝ કરતી વખતે કમરના નીચેના ભાગમાં દર્દ થાય તો તેને બિલ્કુલ ન કરો.
- Advertisement -
પ્રેગ્નેન્સી દરમ્યાન કેટલાક યોગ અને પ્રાણાયામ પણ કરી શકાય છે. જેમ કે અનુલોમ-વિલોમ અને શવાસન. અનુલોમ-વિલોમ કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. બીપી કંટ્રોલમાં રહે છે. સ્ટ્રેસ ઓછો થાય છે. માનસિક શાંતિ અને સ્ટ્રેસથી બચવા માટે શવાસન કરો. આ આસનથી ગર્ભમાં રહેલાં શિશુનો વિકાસ યોગ્ય રીતે થાય છે