જૂના સોના અથવા ગોલ્ડ જ્વેલરીને વેચવા પર 3 ટકા જીએસટી ચુકવવી પડશે. જીએસટીની થનારી કાઉન્સિલમાં આનો નિર્ણય થઈ શકે છે.
અહીંના લોકોને જૂના સોનાના ઘરેણા વેચવા પર નફો પહેલા કરતા ઓછો આવશે.
- દુકાનદારો માટે ઈ-વે બિલ પણ અનિવાર્ય
- જીએસટી વસૂલવા માટે વ્યવસ્થા તૈયાર
- જીએસટી લગાવવા પર લગભગ સહમતિ બની ગઈ છે
થોમસ ઈસાકે જણાવ્યું કે હાલમાં રાજ્યોના નાણા મંત્રીના એક સમૂહ(જીઓએમ)માં જૂના સોના અને આભૂષણોના વેચાણ પર 3 ટકા જીએસટી લગાવવા પર લગભગ સહમતિ બની ગઈ છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુંસાર આ મંત્રી સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નાણા મંત્રીનો સમાવેશ થાય છે. આ મંત્રી સમૂહનું સંગઠન સોના તતા બહુમુલ્ય રત્નોના પરિવહન માટે ઈ વે બિલની ક્રિયાન્વયન સમીક્ષા માટે કરવામાં આવ્યો છે. મંત્રી સમૂહની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ છે.
દુકાનદારો માટે ઈ-વે બિલ પણ અનિવાર્ય
જીઓએમે આ નિર્ણય કર્યો છે કે સોના અને દાગીનાઓની દુકાનોએ પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઈ -ઈનલવોઈસ (ઈ બિલ) બનાવવું પડશે. આ પગલુ ટેક્સ ચોરીને રોકવા માટે લગાવવામાં આવશે. હજું પણ નાના શહેરોથી માંડી મોટા શહેરોમાં અનેક જગ્યાએ સોનાના વેચાણમાં કાચા બિલ બને છે. આ તમામ પ્રક્રિયા ટેક્સ ચોરી અને બ્લેક મનીમાં ખપાવવા થાય છે. જેના પર અંકુશ આવશે. જેથી ઈ-વે બિલ બનાવવું ફરજિયાત છે.